Abtak Media Google News

સહાર પોલીસે આરોપીને ઝડપી લીધો: પોકસો હેઠળ ગુનો દાખલ

ફિલ્મ ‘દંગલ’માં યાદગાર ભૂમિકા બાદ દંગલગર્લ તરીકે પ્રખ્યાત થયેલી બાળ કલાકાર ઝયરા વસીમ સાથે વિમાનમાં અસભ્ય વર્તન થવા પ્રકરણે મુંબઈનાં સહાર પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર દાખલ કરવામાં આવી છે.

કલમ ૭૫૪ હેઠળ અને ઝયરા સગીર વયની હોવાથી પોકસો હેઠળ અજ્ઞાત શખ્સ વિ‚ધ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. જમ્મુ કાશ્મીરનાં મુખ્ય પ્રધાન મહેબુબા મૂફિતીએ પણ ગંભીરતા વ્યકત કરી હતી.

અભિનેત્રીએ દિલ્હીથી મુંબઈ આવતી ફલાઈટમાં થયેલા અનુભવને ઈન્સ્ટા પર વિડીયો થકી રજૂ કર્યા બાદ હલચલ મચી ગઈ છે. મહિલા પંચે પણ બનાવની નોંધ લીધી છે. તેમણે આ મામલે કડક પગલા લેવાની માગ કરી છે.

ઝયરા દિલ્હીથી મુંબઈ આવતી ફલાઈટમાં રાતે પોણા દશે બેઠી હતી. તેનો સીટ નં. એફ.૧ હતો જયારે તેની પાછળ સીટ નં. એફ.૨ પર બેઠેલા શખ્સે પગથી સ્પર્શ કર્યો ત્યારે પોતે ઉંધતી હતી. બાદમાં ઝબકીને જાગી ગઈ હતી.

જો કે સહાર પોલીસે આ શખ્સને ઝડપી લીધો છે. વિકાસ સચદેવ નામના શખ્સ સામે પોકસો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. મહારાષ્ટ્ર મહિલા આયોગે કડક પગલાની માગ કરી છે. વીડીયોમાં ઝયરાએ આપવીતી વ્યકત કરી હતી. તે રડી પડી હતી. પોલીસે વિસ્તરા એરલાઈન પાસે પણ ખુલાસો માંગ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.