Abtak Media Google News

વોર્ડ નં.૧૦માં સૌથી ઓછી ૪૪ અને વોર્ડ નં.૧૮માં સૌથી વધુ ૩૭૧ ફરિયાદ: તમામ ફરિયાદોનો નિકાલ કરાયાની કોર્પોરેશનની ડંફાશ

સ્માર્ટ સિટી બનવા તરફ જેટ ગતિએ આગળ ધપી રહેલા રાજકોટમાં સુરજ ડુબે અને અંધકાર છવાઈ જતો હતો તેવું લાગી રહ્યું છે. એક માસમાં સ્ટ્રીટલાઈટને લગતી ૨૩૭૬ ફરિયાદો કોર્પોરેશનના કોલ સેન્ટરમાં નોંધાઈ છે. મોટાભાગની તમામ ફરિયાદોનો સમયસર નિકાલ કરવામાં આવ્યો હોવાની ડંફાશો કોર્પોરેશન હાંકી રહ્યું છે. શહેરભરમાં ૫૩ હજાર એલઈડી લાઈટ ફીટ કરવામાં આવી હોવા છતાં ફરિયાદોની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો નથી જેના કારણે લોકોએ અંધેરા ઉલેચવાની ફરજ પડે છે.

કોર્પોરેશનના કોલ સેન્ટરમાં ગત ૧ થી ૩૧મી જાન્યુઆરી સુધીમાં સ્ટ્રીટ લાઈટને લગતી ૨૩૭૬ ફરિયાદો નોંધાઈ છે. સૌથી વધુ ફરિયાદ શહેરના વોર્ડ નં.૧૮માં ૩૭૧ અને સૌથી ઓછી ફરિયાદ વોર્ડ નં.૧૦માં માત્ર ૪૪ હોવાનું જાણવા મળી રહ્યું છે. સ્ટ્રીટ લાઈટને લગતી ફરિયાદોના વોર્ડ વાઈઝ આંકડાઓ પર નજર કરવામાં આવે તો વોર્ડ નં.૧માં ૬૪ ફરિયાદ, વોર્ડ નં.૨માં ૭૨ ફરિયાદ, વોર્ડ નં.૩માં ૧૧૦ ફરિયાદ, વોર્ડ નં.૪માં ૧૭૨ ફરિયાદ, વોર્ડ નં.૫માં ૧૨૮ ફરિયાદ, વોર્ડ નં.૬માં ૧૫૯ ફરિયાદ, વોર્ડ નં.૭માં ૯૮ ફરિયાદ, વોર્ડ નં.૮માં ૬૩ ફરિયાદ, વોર્ડ નં.૯માં ૬૬ ફરિયાદ, વોર્ડ નં.૧૦માં ૪૪ ફરિયાદ, વોર્ડ નં.૧૧માં ૧૫૪ ફરિયાદ, વોર્ડ નં.૧૨માં ૧૬૮ ફરિયાદ, વોર્ડ નં.૧૩માં ૧૫૪ ફરિયાદ, વોર્ડ નં.૧૪માં ૧૦૬ ફરિયાદ, વોર્ડ નં.૧૫માં ૧૬૬ ફરિયાદ, વોર્ડ નં.૧૬માં ૯૪ ફરિયાદ, વોર્ડ નં.૧૭માં ૧૮૫ ફરિયાદ અને વોર્ડ નં.૧૮માં ૩૭૧ ફરિયાદો નોંધાઈ છે. કોલ સેન્ટરમાં સ્ટ્રીટ લાઈટને લગતી તમામ ફરિયાદોનો સમયસર નિકાલ કરી દેવામાં આવ્યો છે અને મહાપાલિકાના ચોપડે હાલ લાઈટીંગની એક પણ ફરિયાદ પેન્ડીંગ નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.