Abtak Media Google News

ગરીબ પરિવારની મહિલાને રૂ .૩૫ લાખના ખર્ચે થતું ગોળા બદલવાનું ઓપરેશન યોજના હેઠળ નિ:શુલ્ક કરી આપવામાં આવ્યું

દેશના મઘ્યમ અને ગરીબ વર્ગના પરિવારોને રૂ પાંચ પાંચ લાખ સુધીના વિમા દ્વારા વિવિધ પ્રકારની મેડીકલ સારવાર માટે મોદી સરકારી આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યાજનાનો પ્રારંભ કર્યો છે. વિશ્વની સૌથી મોટી આરોગ્ય ક્ષેત્રની આ યોજનાનો લાભ દેશના ૧૦ કરોડ પરિવારો લે તેવી સંભાવના છે. ત્યારે રાજકોટ મનપા વિસ્તારના ૧૯૬ હજાર જેટલા લાભાર્થીઓનો આયુષ્યમાન ભારત યોજનાના કાર્ડ આપવા તંત્રએ કવાયત હાથ ધરી છે. જેના ભાગરુપે શહેરની સહયોગ સહીતની ર૪ હોસ્પિટલોમાં કાર્ડ ધારકોને સારવાર આપવાનો પ્રારંભ પણ શરુ કરી દેવાયો છે.

આયુષ્યમાન ભારત આરોગ્ય યોજના હેઠળ ત્રણ લાખ રૂ.ની ઓછી આવક ધરાવતા પરીવારો જયારે છ લાખ રૂ થી ઓછી આવક ધરાવતા વરિષ્ટ નાગરીકોને કાર્ડ કાઢી આપવામાં આવે છે. આ કાર્ડ માટે આગામી તા.૧૦મેઈ ડીએચ કોલેજ ખાતે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની ઉ૫સ્થિતિમાં કાર્ડ વિતરણના મેગા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્ડ ધરાવતા પરિવારોને શહેરની રર ખાનગી અને બે સરકારી હોસ્પિટલોમાં પાંચ લાખ રૂ સુધીની વિવિધ પ્રકારના ૧૭૯૫ રોગોની સારવાર નિ:શુલ્ક કરી આપવામાં આવનારી છે.

નીલેશ ભાઇ -દર્દીના પતિVlcsnap 2019 02 05 11H35M12S938

શહેરની સહયોગ હોસ્પિટલ ખાતે આ યોજનાનો લાભ આપવાનો છેલ્લા દર્શક દિવસથી શરુ કરી દેવામાં આવ્યો છે. આ કાર્ડ હેઠળ ગોવાની સારવાર લેનારા ૩પ વર્ષીય દર્દી વર્ષાબેન નિલેશભાઇ શીંગરખીયાએ અબતક સાથે વાતચીત દરમ્યાન આ યોજનાને ગરીબ અને મઘ્યમવર્ગના પરિવારો માટે આશીર્વાદ રૂપ જણાવી હતી. તેમને ગોવાના ઓપરેશન માટેનો  બીજી હોસ્પિટલમાં ૧ લાખ ૩પ હજાર રૂ. નો ખર્ચ કહ્યો હતો. તેમના પતિ સિકયોરીટી ગાર્ડ તરીકે કામ કરતા હોય આટલો ખર્ચ ભોગવી શકે તેમ ન હોય આ ઓપરેશન આ હોસ્પિટલમાં સાવ મફતના કરી આપવામાં આવ્યું હતું. તેમણે પાંચ દિવસથી આ હોસ્પિટલમાં દાખલ હોવાનું અને આવી સારી સારવાર કદી મળી ન હોવાનું જણાવીને વર્ષાબેને મોદી સરકારની આ યોજનાને ગરીબો માટે ખરેખર ઉપકારકારક ગણાવી હતી.

ડો. મહાવીર મુંદ્રાVlcsnap 2019 02 05 11H35M31S091

જયારે આ અંગે સહયોગ હોસ્પિટલના ડો. મહાવીર મુન્દ્રાએ અબતક સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે વર્ષાબેનના પગના ગોળા ધસાય ગયા હોય તેમને ચાલવામાં અતિ પીડા થતી હતી. જે માટે ગોળો બદલાવવાની સર્જરી કરાવવી જરુરી હતી. આ સર્જરી માટે તેમને અન્ય હોસ્પિટલમાં રૂ. ૧ લાખ ૩પ હજારનો ખર્ચ કહ્યો હતો પરંતુ તેઓ ખર્ચ ભોગવી શકી તેમ ન હોય આયુષ્યમાન ભારત કાર્ડ કઢાવીને આ યોજના હેઠળ અમારી હોસ્પિટલમાં ઓપરેશન માટે આવ્યા હતા. અમારા ડો. પરિન ક્ન્ટેસરીયાએ તેમનું ઓપરેશન કરી આપ્યું હતું. અને આ માટે તેઓને પાંચ દિવસથી હોસ્પિટલમાં દાખલ પણ રાખવામાં આવ્યા છે.

વર્ષાબેન-દર્દીVlcsnap 2019 02 05 11H34M24S424

વર્ષાબેનને ડીસ્ચાર્જ કર્યા બાદ તેમને પાછળના તબકકામાં કરવાની બીજી સારવારો પણ નિ:શુલ્ક કરી આપવામાં આવશે આ યોજના હેઠળ પાંચ લાખ રૂ સુધીની સારવાર નિ:શુલ્ક કરી આપવાની હોય અમે તે મર્યાદામાં ક્રમામ સારવારો તેમને કરી આપીશું તેમ જણાવીને ડો. મુન્દ્રાએ ઉમેર્યુ હતું કે હાલમાં તેમની હોસ્પિટલમાં જનરલ સર્જરી, મેડીસીન વિભાગ અને ઓથોપેડીક વિભાગમાં આ કાર્ડ હેઠળની સારવારનો પ્રારંભ કરી દેવામાં આવ્યો છે. આ માટે મહાનગરપાલિકા તંત્ર દ્વારા સુચના મુજબ દર્દીઓને સારવાર આપવામાં આવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.