Abtak Media Google News

મૃત્યુ સાથે સંકળાયેલી વાતો આપણા ઘરડાઓ પાસેથી વારંવાર સાંભળી હશે પરંતુ અહીં મૃત્યુ અંગેની કેટલીક એવી વાતો જાણીશું જેને જાણીને તમને જરુર આશ્ર્ચર્ય થશે અને ક્યાંકને ક્યાંક તમારા જીવનમાં આ પ્રકારના અનુભવ જરુર કર્યા હશે…..!!

મૃત્યુ વિશે વાત કરીઓ તો મોટાભાગના લોકોના મોત ગંભીર રોગનાં કારણે થયા છે. લગભગ ૧,૫૯,૬૩૫ લોકોનું મૃત્યુ ત્યારે જ થશે જ્યારે તમારુ થરે. મૃત શરીર જમીનની તુલનાએ પાણીમાં ચાર ગણું ઝડપથી સળે છે.

સવારે ૩-૪ વાગ્યાની વચ્ચે આપણું શરીર સૌથી વધારે નબળાઇ અનુભવતું હોય છે એટલે જ વધારેમાં વધારે લોકોનાં મૃત્યુ ઉંઘમાં આ સમયે થતા હોય છે. જમણા હાથથી લખવાવાળાની સરખામણીએ દાબા હાથથી લખવવાળી વ્યક્તિનું મૃત્યુ વહેલું થાય છે.

આખી દુનિયામાં દર વર્ષે ૪૦ સેકેન્ડમાં એક આત્મહત્યા થાય છે.

ભારતમાં દર કલાકે એક મહિલાનું મોત દહેજના કારણે થાય છે. એ વાતની વધુ સંભાવના હોય છે કે કોઇ આતંકવાદી હુમલા કરતા બાથરુમમાં પડી જવાથી મૃત્યુ થાય.

દર વર્ષે ૪ લાખથી વધુ લોકોના મૃત્યુ એવી બીમારીથી થાળ છે જેનો ઇલાજ સરળતાથી થઇ શકે છે.

પ્રથમ વિશ્ર્વ યુધ્ધમાં ૪ કરોડ અને વિશ્ર્વયુધ્ધમાં ૬ કરોડ લોકોએ જીવ ગુમાવ્યા હતા.

અને દર ૯૦ સેકેન્ડએ એક સ્ત્રીનું મૃત્યુ બાળકને જન્મ આપતા સમયે થાય છે.

કાંઇ પણ પુરુષને ફાંસી અપાતી હોય ત્યારે તેનું લીંગ સખત થઇ જાય છે. અને ક્યારેક તો તેમાંથી વિર્ય પણ બહાર આવી જાય છે. કોઇ પણ ડેડ બોડી કેટલી જુની છે તે શોધવા તેમાં પડેલા ક્રીડાની પ્રજાતી દ્વારા જાણી શકાય છે.

એવી માન્યતા છે કે મૃત્યુ બાદ પણ માણસના હાથ પગનાં નખ વધે છે. પરંતુ હકીકત તો એ છે કે મૃત્યુ પછી નખ સુકાવા અને સંકોચવા લાગે છે જેથી તેની લંબાઇ વધુ દેખાય છે.

તો આ હતા કેટલાક એવા રહસ્યો જે સનાતન સત્ય મૃત્યુનો વધુ સચોટ અને ચોક્કસ સ્વરુપમાં દર્શાવે છે. કહેવાય છે કે મૃત્યુ એ માનવજીવનનો અંતિમ પડાવ છે. તેનાથી કોઇ બચી નથી શક્યુ તેથી મોતથી ડરવા કરતા ખુશીથી જીવવું એ જ યોગ્ય રસ્તો છે તમારો શું અભિપ્રાય છે…..?

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.