Abtak Media Google News

સોહા અલી ખાન અને કૃણાલ ખેમુના ફેંસ માટે એક ગુડ ન્યૂઝ છે. સોહા અલી ખાનએ આજે એક પુત્રીને જન્મ આપ્યો છે. સોહા અલી ખાનના પતિ અને પટૌડી ખાનદાનના જમાઈ કૃણાલ ખેમુએ આ ખુશખબરી મીડિયા સાથે શેર કરી છે. કૃણાલે જણાવ્યું કે, નવરાત્રિના અવસર પર તેમના ઘરે નવા મહેમાનનું આગમન થયું છે. સોહા અને તેની પુત્રી બંન્ને સ્વસ્થ છે.કરીના કપૂર ખાનની જેમ સોહા અલી પણ પ્રેગનન્સી દરમિયાન બેબી બંપ સાથે સ્ટાઇલીશ અંદાજમાં નજર આવી હતી. તે પણ પ્રેગ્નન્સી દરમિયાન વર્કઆઉટ કરતી હતી. સોહા અલી ખાન બેબી શાવર રાખવામાં આવ્યું હતું.

બેબી શાવરમાં ઘણા મહેમાન સામેલ થયા હતા. સોહાના બેબી શાવરમાં ભાભી કરીના કપૂર અને તૈમૂર પણ પહોચ્યો હતો. આ સિવાય આ ફંક્શનમાં કરિશ્મા કપૂર, કોંકણા સેન શર્મા, નેહા ધૂપિયા અને શિવાની ટીંકસલ પણ નજર આવી હતી.

ઉલ્લેખનીય છે કે, સોહા અલી ખાને ૨૦૦૪ માં આવેલ ફિલ્મ ‘દિલ માંગે મોર’ થી બોલિવુડમાં એન્ટ્રી કરી હતી. આ સિવાય તેણે રંગ દેબસંતી, ખોયા ખોયા ચાંદ, સાહેબ બીવી ઔર ગેંગસ્ટર જેવી મોટી ફિલ્મોમાં પણ એક્ટિંગ કરી છે.

સોહા અને કૃણાલે ૯૯ અને ઢુંઢતે રહ જાઓગે જેવી ફિલ્મોમાં એક સાથે કામ કર્યું છે. સોહા અલી ખાન શર્મિલા ટેગોર અને મન્સૂર અલી ખાન પટૌડીની પુત્રી અને સૈફ અલી ખાનની બહેન છે. સોહાએ ૨૦૧૫ માં 33 વર્ષીય અભિનેતા કૃણાલ ખેમુ સાથે મેરેજ કર્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.