Abtak Media Google News

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં રહેતા ૧૦૮ વર્ષની ઉંમર ધરાવતા વૃદ્ધાનું અવસાન થતાં તેમની આખરી ઈચ્છા મુજબ પરિવારજનો દ્વારા વાજતે-ગાજતે બેન્ડવાજા સાથે તેમની અંતિમયાત્રા યોજી સમાધિ આપવામાં આવી હતી.

મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં ભડીયાદ રોડ પર આવેલી વિદ્યાનગર સોસાયટીમાં રહેતા નિવૃત કર્મચારી એવા જડીબેન રણછોડભાઈ કોળીનું ૧૦૮ વર્ષની વયે અવસાન થતાં તેમની આખરી ઈચ્છા મુજબ કોઈપણ જાતના શોક કે રોકકળ વગર વાજતે-ગાજતે બેન્ડવાજા સાથે આખરી વિદાય આપી પાલખીયાત્રા કાઢી સમાધિ આપવામાં આવી હતી.

જડીબેનના પૌત્ર અરજણભાઈ કહેછે કે તેમના દાદીની ઉમર ૧૦૮ વર્ષની હોવા છતાં તેઓ એકદમ તંદુરસ્ત અને ખડેધડે હતા,અને સમય જતાં નવા દાંત પણ આવ્યા હતા જેથી તમામ ખોરાક ખાઈ શકતા હતા જડીબેન નિયમિત નજીકના મંદિરે જઈ પીંજ અર્ચના કરતા અને ખૂબ જ ધાર્મિકવૃત્તિ ધરાવતા અને પરોપકારી જિનગી જીવતા હતા સરકારી નોકરીને કારણે ખાસી એવી રકમ પેંશનમાં મળતી હોવાથી તેનો સદઉપયોગ કરી ગરીબોને મદદ પણ કરતા હતા.વધુમાં જડીબેન ૧૫ લોકોનો પરિવાર ધરાવતા હતા અને અત્યાર સુધીમાં પાંચ-પાંચ પેઢીઓ તેમણે જોઈ નાખી હોવા છતાં ક્યારેય બીમાર પડતા નહિ જો કે છેલ્લા બે માસથી જ તેમની તબિયત લથડતા પથારીવશ થયા હતા.

દરમિયાન પરિવારજનો સમક્ષ તેમની છેલ્લી ઈચ્છા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે  તેમના મૃત્યુ બાદ શોક કે આંસુ વહાવવાને બદલે હસી ખુશીથી હસતા મોઢે વિદાય આપવા વાજયે ગાજતે સ્મશાનયાત્રા કાઢી સમાધિ આપવાની ઈચ્છા વ્યક્ત કરી હતી અને પરિવારજનોએ પણ તેમની અન્યઇમ ઈચ્છા મુજબ જ સમાધિ આપી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.