Abtak Media Google News

ભક્તોએ ઘરે રહીને યાદ કર્યા બાબા હરદેવસિંહજીના પ્રેરક જીવન પ્રસંગો

નિરંકારી મિશનના પૂર્વ માર્ગદર્શક બાબા હરદેવ સિંહજી મહારાજની પુણ્ય સ્મૃતિમાં દર વર્ષે ૧૩ મેના રોજ સમર્પણ દિવસ મનાવવામાં આવે છે. આ વર્ષે કોરોના મહામારીના વૈશ્વિક સંકટને જોતા સરકારના નિર્દેશોને ધ્યાનમાં રાખી કોઈ પણ વિશેષ સત્સંગ સમારંભનું આયોજન ન કરતા ઘરેથીજ ઓનલાઈન ગુરુચર્ચાના માધ્યમથી નિરંકારી ભક્ત બાબા હરદેવ સિંહજી પ્રત્યે પોતાના શ્રદ્ધા ભાવ અર્પિત કર્યો.

Advertisement

સ્થાનીય સંયોજક રાજેશ કેસવાનીજી એ જણાવ્યું કે બાબા હરદેવ સિંહજી નિરંકારી મિશનના આધ્યાત્મિક પ્રમુખ તરીકે ૩૬ વર્ષ પોતાનું પ્રેરક માર્ગદર્શન પ્રદાન કર્યું અને ચાર વર્ષ પહેલાં આજના દિવસે (૧૩ મે) પોતાના નશ્વર શરીરનો ત્યાગ કરી પોતાના નિરાકાર રૂપમાં વિલીન થઇ ગયા.

પોતાના કાર્યકાળમાં નિરંકારી બાબાજીએ અણથક પરિશ્રમ કરતા આધ્યાત્મિક જાગૃતિના માધ્યમથી મિશનના સત્ય, પ્રેમ, માનવતા તથા વિશ્વબંધુત્વનો સંદેશ સંસારના ખૂણે ખૂણે પહોંચાડ્યો. આંતરરાષ્ટ્રીય સ્તર પર સમાગમ, યુવા સંમેલન, સત્સંગ કાર્યક્રમ, સમાજ સેવા, વિભિન્ન ધાર્મિક તથા આધ્યાત્મિક સંસ્થાઓ સાથે તાલ-મેલ વગેરેનો સમાવેશ થાય છે. સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા સંત નિરંકારી મિશનને તેના સામાજિક તથા આર્થિક પરિષદમાં સલાહકાર રૂપે માન્યતા પણ બાબાજી ના સમય માં જ પ્રદાન કરવામાં આવી છે.

બાબાજીના માર્ગદર્શનમાં જ તેમના જન્મદિવસના અવસર પર ૨૩ ફેબ્રુઆરી વર્ષ ૨૦૦૩ થી મિશન દ્વારા દેશવ્યાપી સ્વચ્છતા અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો. આ સ્વચ્છતા અભિયાનના અંતર્ગત પૌરાણિક સ્મારક, સરકારી હોસ્પિટલ, રેલવે સ્ટેશન, સમુદ્ર તેમજ નદીના કિનારે, ઉદ્યાન તેમજ પર્યટન સ્થળ વગેરે સાર્વજનિક સ્થળોનો સમાવેશ છે. કોઈ અન્ય સંસ્થા દ્વારા પણ જ્યારે આ પ્રકારનું આયોજન કરવામાં આવે ત્યારે તેમનું સ્વાગત કરવા માટે તેમાં મિશન દ્વારા પણ હિસ્સો લેવામાં આવી રહ્યો.

વધુમાં તેઓએ જણાવ્યું કે રાજકોટ સહીત આખા વિશ્વમાં ફેલાયેલા નિરંકારી પરિવારોએ જ્યાં પોત-પોતાના ઘરે જ રહીને બાબા હરદેવસિંહજી મહારાજના પ્રેરક જીવનને યાદ કર્યું, ત્યાં જ સદ્ગુરુ માતા સુદીક્ષાજી મહારાજનો ઓનલાઈન સંદેશ સાંભળી બાબા હરદેવજીની શિક્ષાઓને આત્મસાદ કરવાનો સંકલ્પ કર્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.