Abtak Media Google News

ચેમ્બરનાં પ્રમુખ વી.પી.વૈષ્ણવ સહિતનાં હોદેદારોએ મ્યુનિસિપલ કમિશનરને લેખિતમાં રજુઆત કરી

રાજકોટ ગામતળ રેવન્યુ સર્વે નં.૧૬૧ પૈકી ૩માં આવેલા દીનદયાલ ઉપાધ્યાય ઈન્ડસ્ટ્રીઝ એસ્ટેટમાં કારખાનાધારકોને મહાપાલિકા દ્વારા ડિમોલીશનની નોટીસ ફટકારવામાં આવી છે. જે કાર્યવાહી અંગે ફેર વિચારણા કરી ડિમોલીશન મોકુફ રાખવા રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાનીને રજુઆત કરવામાં આવી છે.

ચેમ્બરનાં પ્રમુખ વી.પી.વૈષ્ણવ સહિતનાં અધિકારીઓએ અલગ-અલગ ૭ મુદાઓ રજુ કરી દીનદયાલ ઉપાધ્યાય ઈન્ડસ્ટ્રીઝ એસ્ટેટમાં માનવતાવાદી અભિગમ અપનાવી ડિમોલીશનની કાર્યવાહી ન કરવા માંગણી કરી છે. સાથો સાથ એવો પણ ઉલ્લેખ કર્યો છે કે, અહીં છેલ્લા દોઢ દાયકાથી કારખાનાઓ કાર્યરત છે અને તે મહાપાલિકામાં નિયમિત વેરો ભરે છે. તેઓએ સુચિતને રેગ્યુલર કરવા માટે રાજય સરકારમાં અરજી કરી છે જે પેન્ડીંગ છે ત્યારે ડિમોલીશનની નોટીસ અયોગ્ય છે. આ કારખાનામાં હજારો મજુરો કામ કરે છે જો કારખાનાઓનું ડિમોલીશન કરવામાં આવશે તો હજારો લોકોની રોજીરોટી છીનવાઈ જશે. તમામ મુદાઓને ધ્યાનમાં લઈ ડિમોલીશનની કામગીરી મુલત્વી રાખવા અને ફેર વિચારણા કરવા રજુઆત કરાઈ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.