Abtak Media Google News

રાજકોટ ચેમ્બરની વેટ કમિશનર તથા રાજયના નાણામંત્રીને રજૂઆત

વેટ તથા મોટર સ્ટીરીટ કાયદા અન્વયે ભરવાના થતા લેણા અંગેની સમાધાન યોજના અંતગર્ત ભરવાના થતા ભરણાની તારીખ વધારવા અંગે ગ્રેટર રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા વેટ કમીશ્ર્નર તથા રાજ્યના નાણામંત્રી નિતીનભાઇ પટેલ સમક્ષ રજુઆત કરવામાં આવી છે.

Advertisement

4. Thursday 2 2

સેલ્સટેક્ષ, વેટ, મોટર સ્પીરીટ એકટ હેઠળ બાકી લેણા અંગે સરકાર તરફથી જાહેર કરવામાં આવેલ સમાધાન યોજના દરમ્યાન કરવામાં આવેલ સમાધાનની ભરવા થતી રકમ છેલ્લી તા.૧૫-૩-૨૦૨૦ સુધીમાં ભરવાના હતા. પરંતુ હાલના સંજોગોમાં ઉપસ્થિત થયેલ યશ બેન્કની સ્થિતિ બેન્ક દ્વારા કલીયરીંગ થતું અટકી ગયેલ છે. આ યશ બેન્ક દ્વારા કેટલીક સહકારી બેન્કોના કલીયરીંગ પણ થતા હોય છે. તેથી તે બેન્કોના પણ કલીયરીંગ અટકી ગયેલ છે. જેથી વેપારીઓના નાણા બેન્કીંગ વ્યવસ્થામાં રોકાઇ જતા વેપારીઓની નાણાકીય પ્રવાહીતતામાં રૂકાવટ આવેલ છે. આવા સંજોગોમાં વેપારી છેલ્લા તારીખ ૧૫-૩-૨૦૨૦સુધીમાં આ નાણાના ભરણા કરી શકે તેમ નથી. તેથી આ તારીખ વધારે ૧૫-૪-૨૦૨૦ સુધી લંબાવવાની જરૂરીયાત ઉપસ્થિત થયેલ છે. આ બાબતે ગ્રેટર રાજકોટ ચેમ્બર દ્વારા વેટ કમીશ્ર્નર તેમજ નાયબ મુખ્યમંત્રી અને નાણામંત્રી નિતીનભાઇ પટેલ તથા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી સમક્ષ રજુઆત કરવામાં આવેલ છે.

આમ ગ્રેટર ચેમ્બરના પ્રમુખ ધનસુખભાઇ વોરાની યાદી જણાવવામાં આવેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.