Abtak Media Google News

વાંકાનેર માર્કેટિંગ યાર્ડના વાઇસ ચેરમેન હરદેવસિંહ જાડેજાએ ખેડૂતોના હિતમાં ટેકાના ભાવમાં વધારો કરવા માંગ ઉઠાવી

મોરબી:ઓણસાલ ચિક્કાર વરસાદ થવા છતાં ખેડુતોને પોતાની ખેત પેદાશોના પોષણક્ષમ ભાવ ન મળતા મીરબી જિલ્લા પંચાયત સદસ્ય અને વાંકાનેર માર્કેટિંગ યાર્ડના વાઇસ ચેરમેન હરદેવસિંહ જાડેજાએ મગફળીના ૧૦૦૦ અને કપાસના ટેકાના ભાવ ૧૩૦૦ પ્રતિમણ કરવા માંગણી ઉઠાવી છે.

સરકાર દ્વારા દિવાળી બાદ રૂપિયા ૯૦૦ ના ભાવે મગફળી ખરીદવા જાહેરાત કરી છે ત્યારે કપાસના એકના ભાવ જાહેર ન કરતા પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી હરદેવસિંહ જાડેજાએ ઓણ ભારે વરસાદને કારણે રાજ્યના ઘણા વિસ્તારોમાં પાક-જમીનનું ધોવાણ થઈ ગયું હોય ખેડૂતહિત માં મગફળીના ૧૦૦૦ અને કપાસના રૂપિયા ૧૩૦૦ એકના ભાવ જાહેર કરવા મંગની કરી છે.

વધુમાં કોંગી અગ્રણી જાડેજાએ હાલમાં જીએસટીના કારણે વેપારીઓ બેહાલ બન્યા હોવાનું જણાવી સરકાર ખોટા તાયફા બંધ કરી આશા વર્કરોને વેતન વધારા કરે અને પ્રજાને ઊંધા ચશ્માં પહેરાવવાનું બંધ કરવા જણાવ્યું હતું.

વધુમાં ભાજપ પ્રજાના પૈસાનો ધુમાડો કરી ખાત મૂહરત લોકાર્પણ ના નામે ઉડાવ ખર્ચ કરી વડાપ્રધાનને વારંવાર ગુજરાત બોલાવી હીરાસર એરપોર્ટ,બુલેટ ટ્રેન જેવા નાટકો કરી પ્રજાના નાણાં વેડફવા સિવાય કશું ન કરતી હોવાનું જણાવી કોના બાપ ની દિવાળી જેવા વેધક સવાલો ઉઠાવ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.