Abtak Media Google News

જ્ઞાતિ, સમાજ ટ્રસ્ટના ઉતારા મંડળના મેનેજિંગ ટ્રસ્ટી ભાવેશ વેકરીયાની માંગ

ગરવા ગઢ ગિરનારની દર વર્ષે યોજાતી પરિક્રમા આ વખતે કોરોનાના કારણે ભલે લાખો લોકો માટે ન યોજાય પણ પ્રતીકાત્મક પરિક્રમા યોજવી જોઇએ તેવી જ્ઞાતિ સમાજ, ટ્રસ્ટના ઉતારા મંડળ દ્વારા માંગ કરવામાં આવી છે, સાથોસાથ  આ વખતે ગિરનારની પરિક્રમા ન યોજાય તે હિતાવહ છે, ત્યારે ઉતારા મંડળો,  અન્ન ક્ષેત્રો ચલાવતા સેવાભાવી  આ વખતે પરિક્રમાના સમય દરમિયાન ન આવે તેવી મંડળ દ્વારા અપીલ પણ કરવામાં આવી છે.જ્ઞાતી, સમાજ ટ્રસ્ટ ના ઉતારા મંડળના મેનેજિંગ ટ્રસ્ટી ભાવેશ વેકરીયા એ આજે પત્રકારોને જણાવ્યું હતું કે, ગિરિવર ગિરનારની પરિક્રમા જીવનમાં એક વાર કરવી એ તમામ શ્રદ્ધાળુઓની ભાવના હોય છે, અને અમુક ભાવિકો તો અનેક લીલી પરિક્રમાઓ કરી ધન્યતા અનુભવી રહ્યા છે. જો કે, આ લીલી પરિક્રમાનું પણ અનન્ય મહત્વ છે અને દસકાઓથી આ લીલી પરિક્રમા પૂર્ણ શ્રદ્ધા સાથે સાહસિક રીતે શ્રદ્ધાળુઓના સંયમ સાથે યોજાઇ રહી છે.

પરંતુ આ વખતે કોરોના મહામારીનો સમય ચાલી રહ્યો છે, ત્યારે મોટી સંખ્યામાં લોકો એકઠા ન થાય તે પણ જરૂરી છે, ત્યારે સરકારની ગાઇડ લાઇન અને તંત્રના આદેશ અનુસાર આ વખતે લાખોની સંખ્યામાં ભાવિકોની લીલી પરિક્રમા ના યોજવી જોઈએ પરંતુ પરિક્રમાની જે પરંપરા છે તે ચલાવવી જોઈએ અને તે આપણી સૌની ફરજ છે, ત્યારે પરિક્રમાના પરંપરાનો ભંગ ન થાય તે માટે વન તંત્ર, વહીવટી તંત્ર અને સરકાર દ્વારા અમુક લોકો દ્વારા સોશીયલ ડિસ્ટન્સ સાથે આ પરંપરા જળવાઈ રહે તે માટે પ્રતિકાત્મક પરિક્રમા યોજાય તેવી માંગ કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.