Abtak Media Google News
  • પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે દબાણ હટાવાનું જારી રહેશે

સોમનાથમાં બીજા દિવસે પણ ડિમોલિશનયથાવત્: મંદિરના મુખ્યમાર્ગ પર 144થી વધુ દબાણો પર બુલડોઝર ફરી વળ્યું, લારી-ગલ્લા અને પાથરણાવાળાને દૂર કરાયાંયાત્રાધામ સોમનાથમાં તંત્ર દ્વારા બીજા દિવસે પણ ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. સોમનાથ મંદિર નજીકના મુખ્ય માર્ગ પર 144થી વધુ પાથરણાવાળાઓ અને લારી-ગલ્લાઓને તંત્રએ પોલીસ બંદોબસ્ત સાથે દૂર કર્યાં હતા. ગઈકાલે દરિયાકિનારે યાત્રાધામ સોમનાથ મંદિર ટ્રસ્ટની તથા સરકારી જમીન ઉપર વર્ષોથી ખડકાયેલાં કાચાં-પાકાં 175 જેટલાં ગેરકાયદે મકાનો દૂર કરાયાં હતાં.પોલીસના જડબેસલાક બંદોબસ્ત સાથે મેગા

ડિમોલિશનસુપ્રસિદ્ધ યાત્રાધામ સોમનાથ મંદિર આસપાસ સરકારી જમીનો પરનાં અનઅધિકૃત દબાણો દૂર કરવા માટે ગઈકાલથી તંત્રએ જડબેસલાક પોલીસ બંદોબસ્ત સાથે મેગા ડિમોલિશનની કામગીરી હાથ ધરી છે. ગઈકાલે અંદાજે ત્રણ હેક્ટર જેટલી વિશાળ જગ્યા પરનાં 21 મકાનો અને 145 ઝુંપડાઓ મળી 175 જેટલાં વર્ષો જૂનાં દબાણોને દૂર કર્યાં હતાં.નગરપાલિકાએ ગઈકાલે નોટિસ આપી હતી આજે વહેલી સવારથી સોમનાથ મંદિરના જે મુખ્ય પ્રવેશ માર્ગ એવા શંખ સર્કલથી હમીરજી સર્કલ સુધીના મુખ્યમાર્ગ પર લારી-ગલ્લાવાળા અને પાથરણાવાળાઓને દૂર કરવામાં આવ્યા છે. આ અંગે વિભાગીય પોલીસ અધિકારી વી.આર.ખેંગારે મીડિયાને માહિતી આપતા જણાવ્યું હતું કે, નગરપાલિકા દ્વારા ગઈકાલે 144 જેટલાં દબાણધારકોને નોટિસો આપવામાં આવી હતી. આજે વહેલી સવારે પોલીસના જડબેસલાક બંદોબસ્ત સાથે આ તમામ દબાણોને દૂર કરવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી છે. આમ   બીજા દિવસે પણ યાત્રાધામ સોમનાથમાં તંત્રનું બુલડોઝર ફરી વળ્યું છે અને સરકારી જમીન પરનાં વર્ષો જૂનાં દબાણોને દૂર કરવામાં આવી રહ્યાં છે.

Demolition Continues On Second Day In Somnath: Bulldozers Return At 144 Pressures
Demolition continues on second day in Somnath: Bulldozers return at 144 pressures

એમાં 21 પાકાં મકાનો તથા 153 જેટલાં ઝૂંપડાં હટાવીને 3 હેક્ટર જેટલી જમીન ખુલ્લી કરવામાં આવી હતી. આ મેગા ડિમોલિશનમાં પ્રાંત અધિકારીથી લઈને પોલીસના અધિકારીઓના માર્ગદર્શન હેઠળ જડબેસલાક બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો.30થી વધુ અધિકારીઓની ટીમ હાજર રહીવેરાવળ સોમનાથમાં સરકારી જમીન ઉપરનાં દબાણો ખુલ્લાં કરાવવાનો એક્શન પ્લાન તંત્ર દ્વારા તૈયાર કરાયો હતો. એ અંતર્ગત આજે વહેલી સવારથી પ્રાંત અધિકારી કે.વી. બાટીની આગેવાનીમાં વેરાવળ, સૂત્રાપાડા અને તાલાલાના મામલતદાર, નાયબ મામલતદાર, રેવન્યુ તલાટી સહિત 30થી વધુ અધિકારીઓની ટીમ દ્વારા સોમનાથ મંદિરની પાછળના ભાગે મરીન પોલીસની આસપાસના વિસ્તારમાં આવેલી સરકારી સર્વે નં.1852 તથા સોમનાથ મંદિર ટ્રસ્ટની જમીન ઉપર વર્ષોથી ખડકાયેલાં કાચાં-પાકાં મકાનોનાં દબાણોને દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.500 જેટલા પોલીસકર્મીઓનો કાફલો બંદોબસ્તમાં તહેનાત હતો

આ દબાણો હટાવવા માટે માર્ગ-મકાન વિભાગની ટીમ દ્વારા જેસીબી, ટ્રેક્ટરો કામે લગાડાયાં હતાં.

આ મેગા ડિમોલિશન કામગીરીની સમીક્ષા કરવા જિલ્લા કલેક્ટર

એચ.કે.વઢવાણિયા અને પોલીસ અધીક્ષક મનોહરસિંહ જાડેજા પણ સ્થળ પર પહોંચ્યા હતા. આજની આમેગા ડિમોલિશનની કામગીરીમાં કોઈ વિક્ષેપ ઊભોના થાય અને કાયદો વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે એ માટે જિલ્લા પોલીસ અધીક્ષક મનોહરસિંહ જાડેજા દ્વારા જડબેસલાક પોલીસ- બંદોબસ્ત તહેનાત કરી દેવાયો હતો. એમાં ડિમોલિશનના સ્થળે 2 ડીવાયએસપી, 7 પીઆઈ, 20 પીએસઆઈ,એલસીબી, એસઓજી તથા જીઆઇડી મળી 500 જેટલા પોલીસકર્મીઓનો કાફલો બંદોબસ્તમાં તહેનાત કરવામાં આવ્યો હતો.

ખુલ્લી જમીનને ફરતે ફેન્સિંગ કરાશે મેગા ડિમોલિશન અંગે જિલ્લા કલેક્ટર એચ.કે.વઢવાણિયાએ જણાવ્યું હતું કે સોમનાથ મંદિર પાછળ મરીન પોલીસ સ્ટેશન આસપાસની સરકારી અને ટ્રસ્ટની જમીનો ઉપર વર્ષોથી પેશકદમી સાથે કાચાં-પાકાં મકાનો, ઝૂંપડાંનું દબાણ હતું. આ દબાણો ખુલ્લાં કરવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા એક્શન પ્લાન તૈયાર કરાયો છે.

એ અંતર્ગત આજે 3 હેક્ટર જમીન ઉપર દબાણ કરેલાં 21 પાકાં મકાનો તથા 153 જેટલાં ઝૂંપડાં હટાવીને જમીન ખુલ્લી કરવામાં આવી છે. આ ખુલ્લી જમીનને ફરતે ફેન્સિંગ કરવામાં આવશે.10 મહિના પહેલાં દ્વારકામાં પણ દબાણો દૂર કરાયાં હતાંદેવભૂમિ દ્વારકા જિલ્લાના હર્ષદ વિસ્તારમાં 10 મહિના પહેલા તંત્ર દ્વારા ગેરકાયદેસર દબાણ હટાવો ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી.

હર્ષદ અને આસપાસના વિસ્તારમાં ચાર ધાર્મિક સ્થળો સહિત 273 જેટલાં ગેરકાયદે દબાણોને જમીનદોસ્ત કરી દેવાયાં હતાં. તંત્ર દ્વારા 11 લાખ ચોરસ ફૂટ કરતાં વધુ જગ્યા ખુલ્લી કરાવવામાં આવી હતી. આ ઉપરાંત બેટ દ્વારકા ખાતે આવેલા બાલાપર વિસ્તારમાં અમુક ધાર્મિક સ્થળનું ગેરકાયદેસર બાંધકામ હોવાનું અને ત્યાં ગેરકાનૂની પ્રવૃત્તિ થતી હોવાથી તંત્ર દ્વારા ડિમોલિશન કરવામાં આવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.