Abtak Media Google News

30 વર્ષની બે મહિલાએ  સબરીમાલા મંદિરમાં પ્રવેશ કરતાં અટકાવવામાં આવી છે. રેશ્મા અને સનીલા નામની આ બન્ને મહિલાઓ કન્નુરની રહેવાસી છે લગભગ સાડા પાંચ કિલોમીટરની યાત્રા કરી તે ચોટી સુધી પહોચ્યા અને ભક્તોની ભીડે તેમણે અંદર જતાં અટકાવ્યા હતા.

તેમણે પોતાની યાત્રા સવારે 5 વાગ્યે આ યાત્રા શરૂ કરી હતી.તેઓ દર્શન કરવા એટલે આવી હતી કે પોલીસે તેમણે સુરક્ષાનો ભરોશો આપ્યો હતો.પરંતુ હાલત કાબૂની બહાર થતાં પોલેસે બન્ને મહિલાને પંબા બેઝ કેંપ લઈ જવા સુરક્ષિત સમજ્યા અને તેમણે 2 કલાક ત્યાં રહેવાની સલાહ આપી હતી.

ગયા વર્ષે સપ્ટેમ્બરથી કોર્ટે 10 થી 50 વર્ષ સુધીની મહિલાને સબરીમાલા મંદિરમાં પ્રવેશ અંગે પાબંધી દૂર કરી હતી.પરંતુ ભગવાન અયપ્પા સ્વામીના ભક્તો દ્રારા વિરોધને કારણે એક પણ મહિલા મંદિરમાં પ્રવેશ કરી શકી નહી.

રાજ્ય સરકારની લેફ્ટ ડેમોક્રેસી ફ્રન્ટની સરકારએ કહ્યું કે કોર્ટના નિર્ણયને અમલમાં મૂકવા માટે અમે કટ્ટીબધ્ધ છીએ.જેના પછી 2 જાન્યુઆરીના રોજ કનકદુર્ગા અને બિંદુ નામની બે મહિલા પોલીસની  મદદથી મંદિરમાં પ્રવેશ કર્યો હતો પ્રવેશ પછી પૂરા પ્રદેશમાં હિંસા ભડકી હતી.

મંદિરમાં પ્રવેશ  પછી 14 જાન્યુઆરી જ્યારે પોતાના ઘરે પોહચી ત્યારે તેના આ નિર્ણયથી નારાજ થયેલ  સાસુએ તેમના પર હુમલો કર્યો જે પછી તેમણે મલ્લપુરમ જિલ્લાની પેરિન્થાલમન્ના હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.કનકદુર્ગા એ પેરિન્થાલમન્ના પોલીસ સ્ટેશનમાં સાસુ સામે મારપીટની  ફરિયાદ દાખલ કરી છે.અને પોલીસે આ મુદ્દે એફઆઇઆર પણ નોંધી લીધી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.