Abtak Media Google News

છ માસ પૂર્વે ગીરના બિમાર સાવજોની ચકાસણી અર્થે દેવળીયા ખસેડાયા હતા, હવે તંદુરસ્તી સારી હોય પરત મૂકવા સૌરાષ્ટ્ર ઓઈલ મીલ એસોસીઓશનના પ્રમુખની રજૂઆત

આશરે છ માસ પૂર્વે ગીરના જંગલમાં આપણા માટે અતી ગૌરવપૂર્ણ એશીયાટીક સિંહોનું વિવિધ કારણોસર કે જેમાં કથીત બિમારી અને કંઈક અંશે ફૂડ પોઈઝનીંગ અંગે અવલોકન તથા સારવાર અર્થે દેવળીયા ખાતે સ્થળાંતર કરેલ જે તે સમયે આ નિર્ણય એકદમ ઉપયોગી અને જરૂરી હતો. હાલમાં જાણમાં એમ આવેલ છે કે અત્યારે આ સિંહોની તંદુરસ્તી ખૂબજ સારી છે અને કોઈપણ સંક્રમાક રોગથી અસરગ્રસ્ત નથી અને તેઓ તેમની કુદરતી અવસ્થામાં પાછા મોકલવા માટે પૂરેપૂરા સક્ષમ છે.

Advertisement

વળી તેમ જાણવા મળેલ છે કે આ બધા જ સિંહોને દેવળીયા ખાતે જરૂર કરતા ખૂબજ નાની જગ્યામાં રાખવામા આવેલ છે. તે ખૂબજ ચિંતાજનક છે. વન્ય જીવન તજજ્ઞોનું એમ માનવું છે કે જો લાંબો સમય આ સ્થિતિમાં જ સિંહોને રાખવામાં આવશે તો તેઓની શિકાર કરવાની કુદરતી શકિત અને ઈચ્છા નામશેષ થશે અને વધારાના વિલંબથી એમ પણ લઈ શકે કે તેઓ ફરી જંગલી અને કુદરતી વાતાવરણ માટે અસમર્થ થઈ શકે.

આ પરિસ્થિતિ નિવારવા મંત્રાલય તરફથી તે માટે યોગ્ય વ્યવસ્થા કરવાની કાર્યવાહી થવી જોઈએ. આ નિર્ણયના વિલંબથી આપણા અમૂલ્ય વન્ય સંપતિના વારસાને અક્ષમ્ય અહિત થઈ શકે છે. આ પરત્વે ખૂબજ ત્વરાથી નિર્ણય લેવાય તો આપણે ગૌરવપૂર્ણ રીતે કહી શકીએ કે અમો અમારા વન્ય જીવને યોગ્ય રીતે જાણીએ છીએ આ અંગે યોગ્ય કાર્યવાહી કરવા સૌરાષ્ટ્ર ઓઈલ મીલ એસોસીએશનના પ્રમુખ સમીર શાહે જંગલ અને પર્યાવરણ કાતાના મંત્રી ગણપત વસાવાને લેખીત રજૂઆત કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.