Abtak Media Google News

પદમકુંવરબા હોસ્પિટલમાં સામાન્ય સારવારમાં દમ તોડયો: ૯૦૦થી વધુ ડેન્ગ્યુના પોઝીટીવ કેસ નોંધાયા: ૧૭ શંકાસ્પદ મોત

સૌરાષ્ટ્રભરમાં કમોસમી વરસાદના દિવાળી બાદ રોગચાળાનું પ્રમાણ ધટવાને બદલે ઉતરોતર વધતુ રહ્યું છે. સોરાષ્ટ્રના અનેક જીલ્લાઓમાં ડેન્ગ્યુએ હાહાકાર મચાવ્યો છે. ત્યારે રાજકોટમાં વધુ એક તરુણીનું ડેન્ગ્યુના કારણે મોત નિપજયાનું જાણવા મળી રહ્યું છે. ગત અઠવાડીયે પણ એક બાળકનું મોત નિપજયું હતું. ત્યારે વધુ એક તરુણીનું મોત નિપજતા આરોગ્ય તંત્ર હચમચી ગયું છે. રાજકોટમાં અત્યાર સુધી ૯૦૦ થી વધુ ડેન્ગ્યુના પોઝીટીવ કેસ નોંધાયા છે. જયારે તરુણીના મોત બાદ ડેન્ગ્યુમાં ૧૭ દર્દીઓના શંકાસ્પદ મોત નિપજવાનું જાણવા મળી રહ્યું છે.

Advertisement

રાજકોટમાં ઘંટેશ્ર્વર  ગામ મહાદેવ પાર્ક-૧ માં રહેતી ક્રિષ્ના મનીષભાઇ સરવૈયા નામની ૧૬ વર્ષની તરુણીને છેલ્લા ચાર દિવસથી તાવ આવતો હોવાથી ગઇકાલે બપોરે સારવાર અર્થે પદમકુંવરબા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જયાં તેણીના બ્લડના સેમ્પલ લઇ રિપોર્ટ કરાવા માટે મોકલવામાં આવ્યા હતા. પરંતુ રીપોર્ટ આવે તે પહેલા જ ક્રિષ્ના સરવૈયાએ સામાન્ય સારવાર બાદ જ દમ તોડતા પરિવારમાં શોકનો માહોલ છવાઇ રહ્યો છે.

મનીષભાઇ સરવૈયા ધંધો કરી પરિવારનું ગુજરાન ચલાવતા હોય અને મૃતક ક્રિષ્ના સરવૈયા ધો.૧૦ માં અભ્યાસ કરતી હોવાનું જાણવા મળી રહ્યું છે. ત્યારે ડેન્ગ્યુના ભરડામાં સપડાઇ તરુણીએ જીવ ગુમાવતા સરવૈયા પરિવારમાં અરેરાટી મચી જવા પામી છે.

7537D2F3 1

ડેન્ગ્યુએ માત્ર રાજકોટ શહેર જ નહિ આસપાસના ગામડાઓ અને અન્ય જીલ્લાઓમાં પણ ફફડાટ મચાવ્યો છે. સામાન્ય રીતે દિવાળી બાદ રોગચાળાનું પ્રમાણ સુકા અને સ્વચ્છ હવામાનના પગલે ધટવા લાગતું હોય છે પરતુ  ચાલુ વર્ષે અતિ વરસાદ અને કસોસમી વરસાદ વરસતા રોગચાળો પણ વધુ સમય સુધી ચાલશે તેમ આરોગ્ય ખાતાના અધિકારીઓએ જણાવ્યું હતું.

આરોગ્ય ખાતાના સુત્રો અનુસાર વાતાવરણમાં ઠંડીનું પ્રમાણ વધવાથી  ડેન્ગ્યુ સહીતની રોગોમાં દર્દીઓનું પ્રમાણ ધટવા લાગે છે પરંતુ ચાલુે વર્ષે શિયાળાનો પ્રારંભ વધી રહ્યું છે.

રાજકોટમાં ડેન્ગ્યુ સહીતના કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ચાલુ વર્ષે કેસ નોંધાયા છે. જયારે એક બાળકનું સત્તાવાર રીતે મોત  જાહેર કરવામાં આવ્યું છે. તો વધુ ૧૬ લોકોના ડેન્ગ્યુ શંકાસ્પદના કારણે મોત નિપજયાનું જાણવા મળી રહ્યું છે. ગત અઠવાડીએ જ ડેન્ગ્યુએ એક બાળકનો ભોગ લીધો હતો. ત્યારે ગઇકાલે વધુ એક તરુણીએ ડેન્ગ્યુના કારણે સામાન્ય સારાવાર બાદ જ દમ તોડતા આંકડો ૧૭ સુધી પહોંચી ગયો છે. વધી રહેલા રોગચાળાના પગલે શહેરની સીવીલ હોસ્પિટલ સાથે ખાનગી હોસ્પિટલો પણ દર્દીઓથી ઉભરાઇ રહી છે.

રાજકોટમાં ગત અઠવાડીયો માત્ર ડેન્ગ્યુના જ નહીં અનય રોગચાળામાં પણ આંકડો વધી રહ્યો છે એક જ અઠવાડીયામાં શરદી-ઉઘરસના ૪૦૬ કેસ ઝાડા-ઉલ્ટીના ૩૬૭ કેસ અને ટાઇફોડના પ કેસ અને અન્ય વિવિધ તાવના ર૪ કેસ નોંધાતા આરોગ્ય તંત્ર દોડતું થયું છે.

મનપાના ચોથો નોંધાયેલા આંકડા સિવાય બીનસતાવાર રીતે હજારો દર્દીઓ રોગચાળાની ઝપટમાં ચડયા છે. માત્ર રાજકોટ જ નહી પણ જામનગર, ભાવનગર અને અનય જીલ્લાઓમાં ડેન્ગ્યુના મોટી સંખ્યામાં કેસો નોંધાઇ રહ્યા છે. ત્યારે આરોગ્ય તંત્ર દ્વારા એકંદરે કમોસમી માવઠાથી એકત્રિત થતા પાણીના કારણે ડેન્ગ્યુ ફેલાવતા એડીસ ઇજીપ્ટી મચ્છરોને અનુકુળ વાતાવરણ મળી રહેતુ હોવાથી આગામી ડિસેમ્બર  માસ સુધી રોગચાળાો કેડો મૂકે તેમ નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.