Abtak Media Google News

લાઈફ કેર હોસ્પિટલના કર્મચારીને મારમારી અપહરણના ગુનાની તપાસમાં સરકારી દવા અને તબીબની બોગસ ડિગ્રીનો પર્દાફાશ થયો તો

શહેરના કુવાડવા રોડ પર આવેલી લાઈફ કેર હોસ્પિટલના કર્મચારીને મારમારી અપહરણ કરવાના ગુનાની પોલીસ તપાસમાં હોસ્પિટલમાંથી સરકારી હોસ્પિટલની મળી આવેલી દવાના ગુનામાં જેલ હવાલે રહેલા તબીબ શ્યામ રાજાણીની જામીન અરજી અદાલતે ફગાવી નામંજૂર કરતો હુકમ કર્યો છે.

વધુ વિગત મુજબ શહેરના કુવાડવા રોડ પર આવેલી લાઈફ કેર હોસ્પિટલ નામથી મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પિટલ ચલાવતા ડોકટર શ્યામ રાજાણીની હોસ્પિટલ પર સરકારી હોસ્પિટલના ડોકટર તેમજ મામલતદાર વિગેરે ૫ સરકારી અધિકારીએ રેઈડ કરી તપાસ કરતા લાઈફ કેર હોસ્પિટલમાં ખૂબજ મોટા જથ્થામાં સરકારી હોસ્પિટલની દવાઓ મળી આવેલી હતી.

બી ડીવી. પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ડોકટર શ્યામ રાજાણીના પિતા હેમંત રાજાણી જેઓ સરકારી હોસ્પિટલમાં નોકરી કરે છે. તેમની મદદથી આ સરકારી દવાઓનો જથ્થો ચોરી કરી પોતાની હોસ્પિટલમાં અંગત ઉપયોગમાં રાખવા માટે શ્યામ રાજાણીની ધરપકડ કરેલી જે સામે સેશન્સ અદાલતમાં જામીન અરજી રજૂ કરી જામીન મળવા માંગણી કરી હતી.

જિલ્લા સરકારી વકિલ સંજયભાઈ વોરાએ રજૂઆત કરતા જણાવેલ હતુ ડોકટર શ્યામ રાજાણીએ જુદાજુદા ગુન્હાઓનાં આરોપીઓને ખોટી રીતે જામીન અપાવવા માટે ઘણા મેડીકલ સર્ટીફીકેટો આપેલા છે. ડોકટર ન હોવાનું જાણવા છતા સેશન્સ અદાલતોને ગેરમાર્ગે દોરી આરોપીઓને ખોટી રીતે જામીન અપાવવામાં કોઈ જ પ્રકારનો ડર કે સંકોચ રાખેલ નથી.

સરકાર તરફેની આ રજૂઆતો ધ્યાનમાં લઈ અધિક સેશન્સ વી.વી. પરમારે આરોપી ડોકટર શ્યામ રાજાણીની જામીન અરજી નામંજૂર કર્યો છે. આ કેસમાં સરકાર તરફે જિલ્લા સરકારી વકીલ સંજયભાઈ વોરા રોકાયેલા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.