Abtak Media Google News

Table of Contents

વિદેશ અભ્યાસે જવાની વધુ ઘેલછા વિદ્યાર્થીઓને ફ્રોડના એંધાણથી રાખે દૂર!!!

એપ્લિકેશન ડિપોઝિટ ફીસ,ટ્યુશન ફિસનીનું વિદ્યાર્થીએ પોતાના બેંક એકાઉન્ટ માંથી જ ટ્રાન્જેક્શન સીધુ યુનિવર્સિટીના એકાઉન્ટમાં કરવું: કન્સલ્ટન્ટ એજન્ટ

ફ્રોડનો ભોગ બનનાર વિદ્યાર્થીએ તાત્કાલિક ધોરણે ભારતીય દુતાવાસનો સંપર્ક કરવો

વિદ્યાર્થીઓમાં દિન-પ્રતિદિન વિદેશ અભ્યાસ જવાની ઘેલછા વધી રહી છે.સ્ટાન્ડર્ડ લિવિંગ અને વિદેશ એક્સપ્લોર કરવા વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા માટે વિદેશ જવાનું પસંદ કરે છે. પરંતુ સાંપ્રત સ્થિતિમાં વિદેશ જવા ઈચ્છુક વિદ્યાર્થીઓ સાથે ફ્રોડ થવાના અવારનવાર કિસ્સાઓ વધી રહ્યા છે અને જાહેર જીવનમાં જોવા મળી રહ્યા છે. વિદ્યાર્થી અને વાલીઓએ સતત થવું જરૂરી છે તેમજ નાની મોટી તમામ બાબતોનું સાવચેતી પૂર્વક ધ્યાન રાખી ત્યારબાદ વિદેશ જવાની તમામ પ્રક્રિયા કરવી જરૂરી છે.વિદેશ અભ્યાસ એ જવા માટે ઈચ્છુક દેશના દરેક વિદ્યાર્થીએ વિશ્વસનીયતા વાળી કન્સલ્ટન્ટ એજન્સી અથવા સંસ્થાનો સંપર્ક કરવો જરૂરી છે.

વિશ્વસનીયતાની ખરાઈ કરવા માટે વિદ્યાર્થી અને વાલીઓએ ન્યૂઝ પેપરના માધ્યમથી,સોશિયલ મીડિયાના માધ્યમથીએ સંસ્થા કેટલા વર્ષ જૂની છે.કેટલા સમયથી કાર્યરત છે.કેટલા વિદ્યાર્થીઓ આ સંસ્થા થકી વિદેશ ગયા છે.આની પુષ્ટિ કરવી ખૂબ જરૂરી.કોઈપણ ભોગે જે વિદ્યાર્થીને વિદેશ જવાની ઘેલછા છે તે ક્યાંક ને ક્યાંક વધુ ફ્રોડનો પણ ભોગ બને છે.જેનો કન્સલ્ટન્ટ એજન્સી અથવા એજન્ટ લાભ ઉઠાવી વિદ્યાર્થીને ગેરમાર્ગે દોરે છે.વિદ્યાર્થીઓ પાસે મોટી રકમ લેવામાં આવે છે.

વિદ્યાર્થીઓના ડોક્યુમેન્ટમાં પણ ફ્રોડ થઈ રહ્યો છે.એજન્ટ ની ક્ધસલ્ટન ઓફીસ અથવા કોઈ કોચિંગ સેન્ટર અધિકૃત છે તેની વિદ્યાર્થી અને વાલીઓએ તેમના રજીસ્ટ્રેશનની ખરાઈ કરવી જોઈએ. વિદ્યાર્થીઓના વાલીઓનો સંપર્ક કરવો તેમનો કન્સલ્ટન્ટ પ્રત્યેનો અભિપ્રાય લેવો જરૂરી. વિદેશ અભ્યાસ એ જતા વિદ્યાર્થીઓ સાથે થતાં રોડથી વિદ્યાર્થીઓએ બચવા તેમજ ફ્રોડનો ભોગ બનાર વિદ્યાર્થીઓએ શું કરવું આ પરનો વિશેષ અહેવાલ અબતક દ્વારા શહેરના વિવિધ કન્સલ્ટન્ટ એજન્ટ અને સંસ્થાનો સંપર્ક કરી રજૂ કર્યો છે.

વિદ્યાર્થી અને વાલીઓએ યોગ્ય કન્સલ્ટન્ટની પસંદગી કરવી: ધવલભાઈ ઠેસિયા

સારથી એજ્યુકેશનના ધવલભાઇ ઠેસિયાએ જણાવ્યું કે, વિદ્યાર્થીઓ અને વાલીઓએ યોગ્ય ક્ધસલ્ટનની સૌપ્રથમ પસંદગી કરવી જોઈએ. ક્ધસલ્ટન કેટલા વર્ષથી કાર્યરત છે કેટલા એડમિશન તેણે સફળતાપૂર્વક કરાવ્યા છે આ તમામની પુષ્ટિ કરવી જરૂરી છે. ફાઈનાન્સિયલ તકલીફો હોય તો વિદ્યાર્થી અને વાલીઓને મારી નમ્ર અપીલ છે.કે ભારતમાં પણ ખૂબ સારી એવી યુનિવર્સિટીઓ કાર્યરત છે તેમાં તમારા બાળકો અભ્યાસ કરી અને એક ઉજળી કારકિર્દી બનાવી શકે છે.

યુનિવર્સિટીના એપ્લિકેશન માટે વિદ્યાર્થીએ પોતાના મેલ આઈડી યુઝ કરવા:માર્ગેશ પંડ્યા

એલિગન્ટ ઓવર્સીસના ઓપરેશન મેનેજર માર્ગેશભાઈ પંડ્યા એ જણાવ્યું કે, વિદ્યાર્થી અને વાલીઓએ કન્સલ્ટન્ટ એજન્ટના પસંદગી કરવા પાછળ ઘણી બધી બાબતોનું ધ્યાન રાખવું જોઈએ જે કન્સલ્ટન્ટ વિદ્યાર્થીનું યુનિવર્સિટીમાં એડમિશન માટે કે અન્ય કોઈપણ બાબત તે એપ્લિકેશન કરે છે તે વિદ્યાર્થીના મેલ આઈડી માંથી જ કરે છે એવા જ ક્ધસલ્ટનનો વિદ્યાર્થી અને વાલીઓએ સંપર્ક કરવો જોઈએ. કોઈપણ અપડેટ આવે તેની સૌપ્રથમ જાણ વિદ્યાર્થી અને વાલીને થાય છે ત્યારબાદ જ ક્ધસલ્ટન એજન્ટને થતી હોય છે.

ફ્રોડનો ભોગ ન બને તે માટે વિદ્યાર્થીઓએ ધ્યાન રાખવા બાબતો

વિદ્યાર્થીઓએ સૌપ્રથમ ધ્યાનમાં રાખવા જેવું જે તે યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવવા માંગતા હોય એ યુનિવર્સિટીનું તેમને ક્ધફર્મેશન અથવા એડમિશન લેટર આવે છે તો તરત તેનું વેરિફિકેશન કરવું જરૂરી.એપ્લિકેશન ડિપોઝિટ ફીસની રકમ અથવા ટ્યુશન ફિસની રકમ ભરવાનું વિદ્યાર્થીએ પોતાના બેંક એકાઉન્ટમાંથી ટ્રાન્જેક્શન સીધુ યુનિવર્સિટીના એકાઉન્ટમાં કરવું જોઈએ દરેક ક્ધટ્રીમાં અલગ અલગ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન હોય છે. કેનેડામાં બેન્ક એકાઉન્ટ ઓપન કરી ૠઈંઈની રકમ ચૂકવવાની હોય છે.આવા પેમેન્ટ વિદ્યાર્થીએ ડાયરેક્ટ પોતાના માધ્યમથી કરવા જે તેના માટે સેફ્ટીનું શ્રેષ્ઠ પગલું છે.એજન્ટ જો પરાણે ડોક્યુમેન્ટ પ્રોડ્યુસ કરવાનું કહે તો એવા એજન્ટનો સંપર્ક તોડી નાખવો વિદ્યાર્થી માટે હિતાવહ છે.

ફ્રોડનો ભોગ બનનાર વિદ્યાર્થીઓએ કરવાની પ્રક્રિયા

જે વિદ્યાર્થીઓ ફ્રોડનો ભોગ બની ચૂક્યા છે.જેઓને ફ્રોડ થવાનો અહેસાસ થઈ રહ્યો છે.એ વિદ્યાર્થીઓએ નજીકના પોલીસ સ્ટેશનમાં લેખિત અરજી કરવી જરૂરી. ત્યારબાદ સારા એજન્ટ નો સંપર્ક કરવો જોઈએ. વિદ્યાર્થી વિદેશની કોઇ પણ ક્ધટ્રીમાં અભ્યાસ કરી રહ્યા છે અથવા અભ્યાસ પૂર્ણ કરી જોબ કરી રહ્યા છે અને ત્યાં જો તેમની સાથે ફ્રોડ થાય છે તો આવા ભારતીય દુતાવાસ એટલે ઇન્ડિયન સંપર્ક બાય ટેલીફોનિક ઈમેલ દ્વારા અથવા રૂબરૂ ત્યાં જઈને કરવાનો રહેશે ભારતીય દુતાવાસમાંથી વિદ્યાર્થીઓને તાત્કાલિક ધોરણે મદદ મળી રહેશે.અને તેમની સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવશે.

વિદ્યાર્થીએ જે દેશમાં અભ્યાસ માટે જવું છે તેને વિઝન ક્લિયર રાખવું:જીનલબેન મહેતા

ફોર સાઇટ એજ્યુકેશનના જીનલબેન મહેતાએ જણાવ્યું કે, સૌપ્રથમ તો વિદ્યાર્થીએ કઈ ક્ધટ્રીમાં જવું છે કયા સિટીમાં જવું છે કયો કોર્સ કરવો છે આ પર તેનું વિઝન ક્લિયર કરવું જરૂરી છે.જે કોર્સ તે કરવા ઈચ્છે છે તે કોર્સ કઈ યુનિવર્સિટીમાં થઈ રહ્યો છે તેનાથી માહિતગાર થવું જરૂરી છે. વિદ્યાર્થી અને વાલીઓએ સાવચેતીથી તમામ પ્રક્રિયા કરવી જોઈએ. વિદ્યાર્થી અને વાલીઓએ ક્ધસલ્ટન એજન્ટ જેમનું વર્ષોથી જે ગુડવિલ ધરાવે છે.તેમનો જ સંપર્ક કરવો જોઈએ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.