Abtak Media Google News

પીછવા-પીછવી ગામના ૩૭ શ્રમિકોને ગીરગઢડા મામલતદારે લીલીઝંડી આપી

કોરોના વાયરસના સંક્રમણના કારણે દેશભરમાં લોકડાઉન અમલમાં છે. લોકડાઉનના કારણે ગીર સોમના જિલ્લામાં ફસાયેલા અન્ય રાજ્યના પરપ્રાંતીઓને જમવા, રહેવાની સુવિધા સંવેદનાપુર્વક વહીવટીતંત્ર દ્રારા જિલ્લા કલેકટર અજયપ્રકાશના માર્ગદર્શન હેઠળ સામાજીક સંસ્થાઓના સહયોગી પુરી પાડવામાં આવી રહી છે. ગીર સોમના જિલ્લામાંથી પરપ્રાંતિઓને તેમના વતન રવાના કરવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા દાતાઓના સહયોગી પીછવા-પીછવી ગામમાં રોજગારી મેળવતા ૩૭ મહારાષ્ટ્રના શ્રમિકોને જરૂરી વહીવટી મંજુરી મેળવી તેમના વતન મોકલવામાં આવ્યા હતા.ગીરગઢડા મામલતદાર કોરડીયાએ શ્રમિકોને તેમના વતન મોકલવા પ્રસંગે લીલીઝંડી આપી હતી. ઉપરાંત તાલુકા હેલ્થ ઓફીસર ગીરગઢડાના સુપરવીઝન હેઠળ તમામ શ્રમિકોની મેડીકલ ઓફીસર અને તેમની ટીમ દ્વારા આરોગ્યની ચકાસણી, સ્ક્રીનીંગ કરી દરેકને ર્સ્ટીફીકેટ આપવામા આવેલ હતા. તમામ શ્રમિકો માટે પીવાના પાણીની, નાસ્તાની વ્યવસથા કરવામાં આવી હતી. મહારાષ્ટ્રના આ ૩૭ શ્રમિકોને મોકલવામાં ગીરગઢડા સ્ટોન ક્રશર એસોસીએસન દ્વારા રૂા. ૫૧૦૦૦ નો આર્થિક સહયોગ તથા સ્વામીનારાયણ ગુરૂકુળ સંસ્થા તરફથી શ્રમિકો માટે ફુડ પેકેટની અને બે ટાઇમ નાસ્તો આપવાની વ્યવસથા કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.