Abtak Media Google News

રસોઈ બનાવતી વેળાએ પ્રાઈમસ ફાટતા બંને મહિલાના મોતથી: પરિવારમાં શોક

ટંકારા તાલુકાના નેકનામ ગામે રસોઈ બનાવતી વખતે અકસ્માતે દાઝેલી દેરાણી જેઠાણીના સારવાર દરમિયાન મોત નિપજતા પરિવારમાં શોકની લાગણી સાથે અરેરાટી મચી ગઈ છે. આ બનાવ અંગે પોલીસે નોંધ કરી તપાસ હાથ ધરી છે.

પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ટંકારાના નેકનામ ગામે રહેતા હકુબા ગોવિંદસિંહ ઝાલા નામના ૪૫ વર્ષના ધબાર પ્રૌઢાઅને તેમના દેરાણી ભાવનાબા ભરતસિંહ ઝાલા ઉ.૩૫ ગત તા. ૨૮ જૂનના રોજ પોતાના ઘરે રસોઈ બનાવતા હતા. ત્યારે અકસ્માતે પ્રાઈમસ ફાટતા બંને દેરાણી જેઠાણી ગંભીર રીતે દાઝી ગયા હતા બંને મહિલાને સારવાર અર્થે પડધરી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જયાં બંનેની તબીયત ગંભીર જણાતા વધુ સારવાર અર્થે અહીની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

જયાં સારવાર દરમિયાન દેરાણી ભાવનાબા ભરતસિંહ ઝાલાનું મોત નિપજયું હતુ. ઝાલા પરિવારના આંખના આંસુ સુકાયા પણ નહોતા ત્યાં સારવારમાં રહેલા જેઠાણી હકુબા ગોવિંદસિંહ ઝાલાએ હોસ્પિટલના બીછાને દમ તોડતા પરિવારમાં કાળો કલ્પાંત સર્જાયો હતો. આ બનાવ અંગે યુનિવર્સિટી પોલીસ મથકના એએસઆઈ કે.આર. કાનાબાર રાઈટર બ્રિજરાજસિંહ અને અજયસિંહએ જ‚રૂરી કાગળો કરી ટંકારા પોલીસ મથકમાં જાણ કરી હતી.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.