Abtak Media Google News

જસદણ-વિંછીયા તાલુકામાં માત્ર ૩ મહિનાના ગાળામાં અંદાજે ૨૫૦ કરોડથી વધુના વિકાસના કામો થયા મંજુર

અમરેલી, ભાવનગર અને રાજકોટને છેવાડાના કાંસકોલીયાથી જોડતા કાંસકોલીયા–ખંભાળા રસ્તાનું કેબીનેટ મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળીયાના હસ્તે

છેલ્લા ઘણા વર્ષથી વિકાસની ઝલકને વધારે પામવા મથતું રાજકોટ-ભાવનગર અને અમરેલીની સીમા પર આવેલું કાંસકોલીયા ગામ હર્ષના હિલોળે ચઢયું હતું. રાજયના પાણી પુરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળીયાના હસ્તે કાંસકોલીયા ગામે કાંસકોલીયા-ખંભાળા એપ્રોચ રસ્તાનું ખાતમૂહૂર્ત સંપન્ન કરાયું.

Kanskoliya Min Kuvarjibhai 4જસદણ અને વિંછીયા તાલુકામાં પીવાના પાણી, રસ્તાઓ, વિજળી, આરોગ્ય અને શિક્ષણની લગતી તમામ માળખાગત સુવિધાઓ ગામેગામ પહોંચતી કરવા રાજય સરકાર પ્રતિબધ્ધ છે તેમ જણાવતાં રાજયના કેબીનેટ મંત્રીશ્રી બાવળીયાએ વધુમાં ઉમેર્યુ હતું કે, છેલ્લા માત્ર અઢી થી ત્રણ માસના ગાળામાંજ રાજય સરકાર દ્વારા વિવિધ વિભાગોને લગતાં અંદાજે રૂા. ૨૫૦ કરોડથી વધુના વિકાસ કામો જસદણ-વિંછીયા પંથકમાં મંજુર કરાવી અને તેનો પ્રારંભ કરાવાઇ રહયો છે.

Kanskoliya Min Kuvarjibhai 9આમ હવે જસદણ અને વિંછીયા પંથકમાં વિકાસ વેગવાન બની રહયો છે. કાંસકોલીયા ગામે ખંભાળાને જોડતા રસ્તાનું કામ પૂર્ણ થતાં કાંસકોલીયા અમરેલીનું બાબરા, ભાવનગર અને રાજકોટ એમ ત્રણે જિલ્લા સાથે જીવંત સંપર્કમાં આવતાં વિકાસના નવા અનેક માર્ગો ખુલી જશે.

Kanskoliya Min Kuvarjibhai 6

આ ઉપરાંત આંબરડી, નવાગામ અને કાંસકોલીયાને સોમલપર ખાતેની સૌની યોજનાના લીંક–૪માં સમાવેશ કરી દેવાથી આગામી દિવસોમાં પીવાના પાણી અને જરૂર પડયે સિંચાઇના પાણી પણ આ પંથકના ખેડૂતભાઇઓને મળી રહેશે. આમ દુષ્કાળ હવે ભૂતકાળ બની જશે.

Kanskoliya Min Kuvarjibhai 6આ તકે અગ્રણીશ્રી ખોડાભાઇએ કાંસકોલીયા-ખંભાળા એપ્રોચ રોડના વિકાસના આ કામને કાંસકોલીયા ખાતે વિકાસના પગરણની સાથે સરખાવી વધાવતાં જણાવ્યું હતું કે, છેલ્લા ત્રીસ વર્ષથી ચાલી આવતી માંગણી આજ ફળીભુત થતાં કાંસકોલીયા ગામમાં હવે આર્થિક, સામાજિક અને શૈક્ષણિક વિકાસ વેગવાન બનશે. આ તકે તેઓએ રાજય સરકારનો આભાર માનતાં આ પંથકના છેવાડાના ગામો માળખાગત સુવિધાથી સજ્જ બની રહયા છે તેને હર્ષભેર વધાવ્યો હતો.

Kanskoliya Min Kuvarjibhai 7આ પ્રસંગે જસદણ તાલુકા પંચાયતના ઉપપ્રમુખશ્રી મનસુખભાઇ, નવાગામના સરપંચશ્રી ભગાભાઇ, કાંસકોલીયા ગામના સરપંચશ્રી સોમાભાઇ, અગ્રણીઓ સર્વશ્રી મગનભાઇ ઝાંપડીયા, રૂપાભાઇ સહિત આસપાસના ગામોના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Kanskoliya Min Kuvarjibhai 8

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.