Abtak Media Google News

સરદાર વલ્લભાભાઇ પટેલે દેશને એક કર્યો છે ત્યારે એ એકતા અખંડિતતાનો ભાવ સમગ્ર દેશના જન-જનમાં એકતા જાગૃત કરશે…કૃષિ મંત્રીશ્રી આર.સી.ફળદુ

સરદાર વલ્લભભાઇ પટેલના જીવન કવન, વિરલ વ્યક્તિત્વ, સત્યાગ્રહો જેવા અનેક પ્રસંગોથી જન-જન સુધી પહોંચે તેવા આશયોથી સમગ્ર જિલ્લામાં એકતા યાત્રા રથ ફરશે

Img 0905સરદાર વલ્લભાભાઇ પટેલે દેશને એક કર્યો છે ત્યારે એ એકતા અખંડિતતાનો ભાવ સમગ્ર દેશના જન-જનમાં એકતા જાગૃત કરશે તેમ જણાવતા કૃષિ મંત્રીશ્રી આર.સી.ફળદુએ કહ્યું કે, સરદાર પટેલે ૫૬૨ રજવાડાઓને એક કરીને અખંડ રાષ્ટ્રનું નિર્માણ કર્યું તેનું સ્મરણ વંદન કરતા સરદાર વલ્લભભાઇ પટેલની કૂનેહ-મકકમ મનોબળ અને સમજાવટથી બધા રજવાડાઓ ભારતમાં વિલીન થયા અને એક અખંડ ભારતનું નિર્માણ થયું.

Img 0903

સરદાર વલ્લભભાઇ પટેલનું જીવન – ઇતિહાસ દુનિયા જાણે સમજે તથા આજની પેઢી સરદાર પટેલના જીવન આદર્શોથી પરિચિત થાય તે માટે આ એકતા યાત્રા સક્ષમ માધ્યમ બનશે તેવો ભાવ મંત્રીશ્રી ફળદુએ વ્યક્ત કર્યો હતો.

Img 0917

મંત્રીશ્રી ફળદુએ વધુમાં ઉમેર્યું કે, સરદાર વલ્લભભાઇ પટેલનાં સમગ્ર જીવન દરમિયાન વિવિધ સત્યાગ્રહો, કુદરતી આફતોમાં તેમણે કરેલી રચનાત્મક પ્રવૃત્તિઓ, દેશી રજવાડાઓનું વિલીનીકરણ, સમાજની નવરચના, બંધારણનું ઘડતર વગેરે જેવા વિવિધ પ્રસંગોમાં સરદાર વલ્લભભાઇ પટેલની અસરકારક નેતૃત્વશૈલીનાં દર્શન થાય છે. આવા વિરલ વ્યક્તિત્વ માટે સરદાર સરોવર ડેમ સાઇટ પર વિશ્વની સૌથી ઉંચી ૧૮૨ મીટરની પ્રતિમાનું નિર્માણ કરવામાં આવેલ છે. જેનું લોકાર્પણ આગામી તા. ૩૧ ઓકટોમ્બર ૨૦૧૮ના રોજ માન. વડાપ્રધાનશ્રીના હસ્તે રાષ્ટ્રાર્પણ થનાર છે.

Img 0924

અખંડ ભારતના શિલ્પી, લોખંડી પુરૂષ, પ્રખર રાષ્ટ્રભક્ત, ભારત રત્ન અને પ્રજા વત્સલ સરદાર વલ્લભભાઇ પટેલનું દેશનાં સ્વાતંત્ર્ય સંગ્રામમાં અને દેશની એકતા-અખંડિતતામાં અમુલ્ય યોગદાન રહ્યું છે. સરદાર સાહેબના જીવન કવન, વિરલ વ્યક્તિત્વ, સત્યાગ્રહો જેવા અનેક પ્રસંગોથી જન-જન સુધી પહોંચે તેવા આશયથી આજરોજ કલેકટર કચેરીના કમ્પાઉન્ડ માંથી એકતા યાત્રા રથનું પ્રસ્થાન કૃષિ મંત્રીશ્રી આર.સી.ફળદુ, સાંસદશ્રી પૂનમબેન માડમ તથા મંચસ્થ મહાનુભાવોના હસ્તે ફ્લેગ ઓફ કરીને કરવામાં આવેલ હતું.

Img 0935

આ પ્રસંગે ઉપસ્થિત સૌ કોઇને એકતાના શપથ લેવડાવવામાં આવેલ હતા. આ પ્રસંગે મેયરશ્રી હસમુખ જેઠવા, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી નયબાબેન માધાણી, જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી ચંદેશ પટેલ, શહેર ભાજપ પ્રમુખ શ્રી હસમુખ હિન્ડોચા, કલેકટરશ્રી રવિશંકર, જિલ્લા વિકાસ અધિકારીશ્રી પ્રશસ્તિ પારિક, જિલ્લા પોલીસ અધિક્ષશ્રી શરદ સિંધલ, અધિક નિવાસી કલેકટરશ્રી રાજેન્દ્ર સરવૈયા,જિલ્લાના અધિકારીશ્રીઓ, પદાધીકારીશ્રીઓ તથા નગરજનો ઉપસ્થિત રહ્યાં હતા.

Img 0929 1

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.