Abtak Media Google News

૨૩ સતિવૃંદોના સાનિઘ્યમાં ધર્મલાભ લેવા ઉમટતા ભાવિકો

સ્થા.જૈન મોટા સંઘવિરાણી પૌષધશાળામાં ભવ્ય સમુહ ચાર્તુમાસ અર્થે કૃપાળુ માં સ્વામીના સુશિષ્યા એવા ત્રેવીસ સતીવૃંદો બીરાજમાન છે. જેઓના મુખેથી વ્યાખ્યાન વાણીમાં ભગવાન મહાવીર સ્વામીએ જગતને બતાવેલા માર્ગને અનુસરી માનવભવ સાર્થક કરવા માટેના અનેક કલ્યાણ માર્ગોનું ની‚પણ કરી રહ્યા છે. વિરાણી પૌષધશાળાના આ વિશાળ છ હજાર ફુટના ખંડમાં ધર્મ લાભ લેવા ભાવિકો બહોળી સંખ્યામાં શાંત અને નિર્મળ વાતાવરણમાં પધારી પૂ.સંતો દ્વારા પ્રેરણામયી ધર્મ આરાધનાના લાભો પ્રાપ્ત કરી આત્મશુદ્ધિના પ્રયાસો કરી રહ્યા છે.ચાતુર્માસના ૧૨૦ દિવસોમાં પ્રારંભીક ૪૯ દિવસોના છેલ્લા આઠ દિવસ પર્યુષણ મહાપર્વના દિવસોનો પ્રારંભ ગુરુવાર તા.૬/૯/૨૦૧૮થી શ‚ થયેલ છે. એક વર્ષના ૩૬૫ દિવસોનું દરેક ધર્મમાં વિશેષ મહત્વ રહેલું છે.

આ મહાપર્વાધિરાજ પર્યુષણમાં સ્થા.જૈન મોટા ઉપાશ્રયમાં ત્રેવીસ સતીવૃદોના સાનિઘ્યમાં અનેક પ્રકારની આરાધના અનુષ્ઠાનો ચાલી રહેલ છે. જેમાં ભાવિકો માસક્ષમણ, તપ આયંબીલ, તપ, ૧૬ ઉપવાસ, ૧૧ ઉપવાસ, ૯ ઉપવાસ, ૮ ઉપવાસ, ૬ ઉપવાસ, અઠ્ઠમતપ વિગેરે તપોના સંતો દ્વારા પચ્ચરખાણ સ્વીકારી વિવિધ મહાતપોની આરાધનામાં જોડાય રહ્યા છે. બહોળી સંખ્યામાં ભાવિકોની ઉપસ્થિતિથી વ્યાખ્યાનવાણી વિવિધ તપમાં જોડાયેલ ભકતો આત્માનો ઉઘ્ધાર કરવા હર્ષોઉલ્લાસથી સવારના પ્રાર્થના, સામાયિક, વ્યાખ્યાનવાણી, ધર્મવાંચણી, ધાર્મિક રમત-ગમત, સાંજ પ્રતિક્રમણથી દિનચર્યા પસાર કરી રહ્યા છે. ચાતુર્માસ દાતા બીનાબેન અજયભાઈ શેઠ, સાયન મુંબઈના ઉદારદિલ અને પૂ.હીનાજી મ.સ.ની પ્રેરણા દરેક તપ-આરાધનામાં અનુમોદના તેમજ વ્યાખ્યાન દરમ્યાન લકકી ડ્રોનુ પણ આ આઠ દિવસો રાખવામાં આવેલ છે. સંઘ પ્રમુખ ઈશ્ર્વરભાઈ, મંત્રીઓ હિતેષભાઈ, કૌશિકભાઈ, સમિતિ સભ્યો તેમજ સંઘાણી સંઘના પ્રમુખ કિશોરભાઈ, મંત્રી ચેતનભાઈ ભાવિકોનો ધર્મપ્રત્યે ઉત્સાહ જળવાય રહે તે માટે સેવા અર્પણ દ્વારા દરેક આયોજનોને ખુબ જ સારા પ્રતિસાદથી પર્યુષણના દિવસો સફળતાપૂર્વક પસાર થઈ રહ્યા છે. પૂજય આર્ચાયા જસાજી મહારાજ સાહેબનું ૧૦૦મુ સ્વર્ગારોહણ વર્ષ ચાલી રહ્યું છે અને તેમની સ્મૃતિ અનુસંધાને દર આઠમના દિવસે દરેક ઉપાશ્રયે જાપનું આયોજન હોય છે. ગુરુદેવ પૂ.ધીરજમુની મહારાજ સાહેબનું ચાતુર્માસ વિલેપાર્લે મુંબઈ ધમ ઉલ્લાસ સાથે ભાવિકોની બહોળી હાજરી અને તપોની હારમાળા સાથે પર્યુષણ ઉજવાય રહેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.