Abtak Media Google News

તા.૧૩ થી ૨૩ સુધી દરરોજ સાંજે ૭ કલાકે મહાઆરતી: મહિલાઓ બાળકો માટે વિવિધ સ્પર્ધા, સાંસ્કૃતિક તેમજ ધાર્મિક કાર્યક્રમો: વિવિધ સમિતિઓની ઘોષણા

શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી દેવાગ માંકડ, જીતુ કોઠારી, કિશોર રાઠોડની એક યાદીમાં જણાવાયું છે કે ગણેશ ચતુર્થીના શુભ દિને તા.૧૩ થી૨૩ સુધી રાજકોટ શહેર ભાજપ આયોજીત ગણપતિ મંગલ મહોત્સવ સમિતિ દ્વારા સતત ૧૧ વર્ષ રેસકોર્ષ ઓપન એર થીયેટર કવિ રમેશ પારેખ રંગદર્શન સિધ્ધિ વિનાયક ધામ ખાતે ગણપતિ મહોત્સવનું આયોજન કરવામા આવ્યું છે.

વધુમાં તેઓએ જણાવ્યું હતુ કે આ ગણપતિ મહોત્સવમાં તા.૧૩ને ગૂ‚વારથી તા.૨૩ નેરવિવાર સુધી રેસકોર્ષ ઓપન એર થીયેટર, સિધ્ધિ વિનાયક ધામ, ખાતે દરરોજ સાંજે ૭ કલાકે મહાઆરતી યોજાશે. તેમજ મહોત્સવ દરમ્યાન અનેકવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો, સેવાકીય કાર્યક્રમો તેમજ ધાર્મિક અનુષ્ઠાનોનું ભવ્ય આયોજન કરાયું છે.

આ મહોત્સવમાં અનેકવિધ સેવાકીય તથા વિવિધ સ્પર્ધાઓનું ભવ્ય આયોજન કરાયું છે. વધુમાં તેઆએ જણાવ્યું હતુ કે શહેરની તમામ ધર્મપ્રેમી જનતાને આ ધાર્મિક મહોત્સવમાં જોડાઈ રિધ્ધી સિધ્ધિના દેવાધિદેવ ગણપતિ મહારાજની આરાધના કરવા અપીલ કરાઈ છે.

આ ગણપતિ મહોત્સવને સફળ બનાવવા રાજકોટ શહેર ભાજપ પ્રમુખ તથા ગણપતિ મંગલ મહોત્સવ સમિતિના ઈન્ચાર્જ કમલેશ મિરાણીએ વિવિધ સમિતિઓની ઘોષણા કરી છે. જેમાં ઈન્ચાર્જ તરીકે કમલેશ મિરાણી, મુખ્ય માર્ગદર્શક તરીકે સાંસદ મોહનભાઈ કુંડારીયા, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, રમેશભાઈ ‚પાપરા, ધનસુખભાઈ ભંડેરી, પ્રદેશ ભાજપ અગ્રણીને જૂનાગઢ જિલ્લાના પ્રભારી નીતિનભાઈ ભારદ્વાજ, મેયર બીનાબેન આચાર્ય, ભીખાભાઈ વસોયા, ભાનુબેન બાબરીયા, ઉદયભાઈ કાનગડ, દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કિશેર રાઠોડ, અંજલીબેન રૂપાણી, અરવિંદ રૈયાણી, લાખાભાઈ સાગઠીયા, નરેન્દ્રસિંહ ઠાકુર, કાશ્મીરાબેન નથવાણી, ગ્રાઉન્ડ લાઈટ, માઈક સમિતિમાં કેતનભાઈ પટેલ, ગણપતિ મૂર્તિ શણગાર સમિતિમાં દેવાંગ માંકડ અને દિનેશ કારીયા, આરતી સમિતિમાં પ્રફુલભાઈ કાથરોટીયા, અશોક લુણાગરીયા, સુરેન્દ્રસિંહ વાળા, અશ્વીન પાંભર, મનુભાઈ વઘાસીયા સંજય ધવા, સહિતનાની નિમણુંક કરાઈ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.