Abtak Media Google News

કોરોના વાઇરસ સામે લડવા શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધારે હોવી ખુબ જ જરૂરી છે. માનવ શરીરમાં રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ધનવંતરી રથ સેવા કાર્યરત છે. રાજકોટ મહાનગરપાલિકાએ લોકોની સેવામાં ૫૦ ધનવંતરી રથ કાર્યરત કર્યા છે. લોકોને પોતાના ઘર આંગણે જ રોગ પ્રતિકારક શક્તિ વધારતા આયુર્વેદિક ઉકાળા અને આયુર્વેદિક દવાઓ મળી રહે તેવી વ્યવસ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી છે. સાથોસાથ આ રથ દ્વારા જો કોઇ વ્યક્તિને કોરોના વાઇરસના લક્ષણો જણાય તો તેની પ્રાથમિક નિદાન પ્રક્રિયા જેવી કે, ઓક્સિજન ટેસ્ટ, એન્ટીજન ટેસ્ટ સ્ળ પર જ કરી આપવામાં આવે છે, અને જો જે-તે વ્યક્તિને વધુ લક્ષણો જણાય તો વધુ સારવાર માટે રીફર પણ કરવામાં આવે છે. મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવતી આ તમામ સેવા સંપૂર્ણ ફ્રી છે, જેનો વધુમાં વધુ લોકો લાભ ઉઠાવે તેવી મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલે અપીલ કરી છે.

મહાનગરપાલિકા દ્વારા કુલ ૫૦ ધનવંતરી રથ સાથે ૩૪૦ આશા વર્કરો પણ લોકોના ઘરે ઘરે જઈને હેલ્ ચેકઅપ કરે છે. શહેરમાં પોઝિટિવ નોધાયેલ દર્દીના સંપર્કમાં આવેલ વ્યક્તિઓના કોન્ટેક્ટ ટ્રેસિંગ કરી ત્યાં ધનવંતરી રથ દ્વારા હેલ્થ ચેકઅપની કામગીરી કરવામાં આવે છે, સંપર્કમાં આવેલ વ્યક્તિનું નિયમિત ટેમ્પરેચર અને પલ્સ ચકાસણી કરવામાં આવે છે. નાગરિકો કોરોના સામે લડી શકે તે માટે રોગ પ્રતિકારક શક્તિ વધારતા આયુર્વેદિક ઉકાળા અને આયુર્વેદિક દવાઓ આપવામાં આવે છે. ધનવંતરી રથ એક પ્રકારનું હરતું ફરતું દવાખાનું છે,  જેમાં કોરોના અંગેના ટેસ્ટ પણ કરવામાં આવે છે અને વધુ ઉંમર લાયક લોકોનું ડાયાબીટીસ અને બ્લડ પ્રેસર પણ ચેકઅપ કરવામાં આવે છે.

૩૪૦ આશા વર્કરો દ્વારા તા. ૦૧-૦૯-૨૦૨૦ ના રોજ ૧૧૩૭૩ ઘરના ૪૩૯૦૪ વ્યક્તિઓના હેલ્ ચેકઅપ કરવામાં આવ્યા હતા. તેમજ ૫૦ ધનવંતરી ર ૨૧૫૫૮ લોકોનું સ્ક્રીનીંગ કરવામાં આવ્યું હતું જે પૈકી ૬ લોકોને લક્ષણો જણાતા રીફર કરવામાં આવ્યા હતા. ચકાસણી દરમ્યાન ૭૦૯ વ્યક્તિઓના સેમ્પલ લેવામાં આવેલ હતા. રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે આયુર્વેદિક ઉકાળાનો ૧૩૫૭૦ લોકોએ અને આયુર્વેદિક દવાનો ૧૦૮૬ લોકોએ લાભ લીધો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.