Abtak Media Google News

ઓસ્ટ્રેલીયન પૂર્વ કેપ્ટન ઈયાન ચેપ્પલે માહીની સુઝ અને કારર્કિદીની સિધ્ધીઓને સલામ કરી

ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીએ ફરી એક વખત સાબીત કરી બતાવ્યું છે કે, તેઓ વિશ્વના સૌથી ફાયનેસ્ટ ઓડીઆઈ ફીનીશર છે. ઓસ્ટ્રેલીયન ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન ઈયાન ચેપ્પલે કહ્યું હતું કે, હજુ પણ વન-ડે ક્રિકેટમાં ધોની સર્વશ્રેષ્ઠ ફીનીશર છે. ઓસ્ટ્રેલીયાની સામે ચાલી રહેલી વન-ડે સીરીઝમાં ધોનીએ મેન ઓફ ધ મેચનો ખિતાબ મેળવ્યો હતો. ભારતે પહેલી વખત ઓસ્ટ્રેલીયાના કોઈ દ્વિપક્ષીય વન-ડે સીરીઝને પોતાના નામે કરી હતી.

ચેપ્પલે ધોનીની સુઝબુઝ અને આટલા લાંબા સમય સુધી ક્રિકેટ રમવાના અનુભવને સલામ કર્યો હતો. ચેપ્પલે કહ્યું કે, ધોની સીવાય કોઈ પાસે મેચને પૂર્ણ કરી આ પ્રકારે જીત હાંસલ કરવાની આવડત હોય શકે નહીં. ધોનીએ મેચમાં બેક ટુ બેક જબરદસ્ત શોટ આપી ભારતીય ક્રિકેટપ્રેમીઓ માટે મેચને વધુ રોમાંચક બનાવ્યો હતો.

ચેપ્પલે ધોનીની સરખામણી માઈકલ ડેવન સાથે કરતા કહ્યું કે, ઓસ્ટ્રેલીયાના છઠ્ઠા નંબરે આરપીજીને ધોનીએ પાછળ મુકી દીધા છે. ડેવન મેચનો અંત ચોગ્ગા સાથે કરતા હતા. પરંતુ ધોની સીકસર ફીનીશર છે. વિકેટની વચ્ચે દોડીને રન લેવામાં આજે પણ ધોની અનબીટેબલ પરર્ફોમન્સ આપી શકે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.