Abtak Media Google News

ડીટેઈન કરેલો ટ્રક ચાલક અને માલિક દાદાગીરીથી છોડાવી ભાગી જતાં આજીડેમ પોલીસમાં નોંધાતો ગુનો

રાજકોટમાં આજીડેમ ચોકડી નજીક ગઈકાલ રાત્રીના સમયે આરટીઓ મદદનીશ ઇન્સ્પેકટર દ્વારા એક ટ્રક ડીટેઈન કરવામાં આવ્યો હતો.જે ટ્રકને તેના માલિકે દાદાગીરીથી છોડાવી જતા તેના વિરૂદ્ધ આજીડેમ પોલીસમાં ફરજ રૂકાવટનો ગુનો નોંધી તેની ધરપકડની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવ અંગેની વિગતો અનુસાર આરટીઓમાં આસિસ્ટન્ટ ઈન્સ્પેકટર તરીકે ફરજ બજાવતા વિપુલભાઈ ભગવાનભાઈપટેલ (ઉ.વ.૩૨, રહે, રણુજા મંદિર સામે, નંદનવન હાઈટ્સ) એ નોંધાવેલી ફરીયાદમાં જણાવ્યુ હતું કે, ગઈકાલે મોડી રાત્રે જીઆઈએસએફના જવાન લાલાભાઈ ખોડાભાઈ રબારી અને ભઈદિપસિંહ લખધીરસિંહ જાડેજા સાથે વાહનચેકીંગ કરતા હતા. ત્યારે ભાવનગર રાજકોટ હાઈવે ઉપર બેલા ભરેલા એક ટ્રકને ઓવરલોડ હોવાની શંકાના આધારે રોક્યો હતો.

ટ્રકના નંબર ઈચલણમાં નાખી તપાસ કરતા તેનો ટેક્ષ પણ બાકી હોવાની માહિતી મળી હતી. જેથી ટ્રક ઓવરલોડ છે કે કેમ, તેની ખરાઈ કરવા માટે નજીકના વજન કાંટે લઈ જવાની તજવીજ શરૂ કરી હતી. ટ્રક ચાલક સાથે જીઆઈએસએફના જવાન ખોડાભાઈ બેસી ગયા હતાં. આજીડેમ ચોકડીથી થોડા આગળ પહોંચતા ભયદીપસિંહને લાલાભાઈએ કોલ કરી કહ્યું કે, ટ્રકના માલીક લાલાભાઈ આહીર પોતાની સ્કોર્પીયો લઈને આવ્યા છે.

એટલું જ નહી ટ્રક આજીડેમ ચોકડીએ ઉભો રખાવી દીધો છે અને પોતાને ટ્રકમાંથી નીચે ઉતારી દીધો છે.આ વાત સાંભળી તે સ્થળ પર પહોંચ્યા હતાં. ત્યારે લાલાભાઈએ કહ્યું કે, આ ટ્રક મારો છે, તેને કેમ ડીટેઈન કર્યો છે. જેથી તેણે ટ્રકનો ટેક્ષ બાકી હોવાનું અને ઓવરલોડ હોવાના કારણે ડીટેઈનની પ્રક્રીયા કર્યાનું જણાવતા લાલાભાઈએ ઉશ્કેરાઈ જઈ તેની અને સ્ટાફના માણસો સાથે બોલાચાલી કરી હતી અને તે ટ્રક છોડાવી ભાગી ગયો હતો.જેથી ટ્રક ચાલક અને તેના માલિક સામે ગુનો નોધી કાર્યવાહી કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.