Abtak Media Google News

ધોરાજી અને જેતપુર માંથી યુવતીઓને લલચાવી ફોસલાવી અને બદકામ કરવાના ઇરાદે ભગાડી જનાર જેતપુરના મોટા ગુંદાળાનો પરણિત યુવકને ધોરાજી પોલીસએ અમદાવાદથી પકડી પડ્યો યુવક રીઢો ગુનેહગાર હોવાનો અનુમાન
પોલીસએ પોસ્કો સહિતની કલમ ઉમેરી આગળની કાર્યવાહી હાથ ધરી.

Advertisement

કહેવાય છે કે કળ યુગની શરૂઆત થઇ છે અને દિવસેને દિવસે બળત્કારના કેસો માં વધારો થઇ રહ્યો છે જયારે ધોરાજીમાં પોલીસ ઇન્સ્પેકટર તરીકે મહિપાલ સિંહ ઝાલાએ ચાર્જ સાંભળ્યા બાદ ગુનેહગારોને પકડી પાડવા માટે કરી અને ચક્રો ગતિમાન કર્યા છે.

વાત કરીએ જેતપુરના ગુંદાળા ગામના યુવક ગોપાલ વેકરીયા નામનો યુવક કે જેમને શારીરિક સુખ માનવ માટે તે કુંવારી છોકરીઓને શિકાર બનાવતો આમ તો ગોપાલ પરણિત હોવાનું જાણવા મળી રહ્યું છે પરંતુ તે નિત નવા નુસ્ખાઓ અપનાવી અને યુવતીઓને ફોસલાવી લલચાવી અને તેને પ્રેમ જાળમાં ફસાવતો અને બાદમાં તે યુવતીઓને અજ્ઞાત સ્થળો એ લઇ જઈ અને તેમની સાથે બળત્કાર ગુજારતો આ બાબતની ફરિયાદ ધોરાજી ની એક યુવતી ના પરિવારજનો એ ધોરાજી પોલીસ માં નોંધાવી હતી.

અને જે બાબતે ધોરાજી ના જાંબાઝ પોલીસ ઇન્સ્પેકટર એ આરોપી ના મોબાઈલ ની કોલ ડિટેઇલ ના માધ્યમ થી આરોપી અમદાવાદ માં એક ખાનગી ફ્લેટ માં રહેતો હોઈ જે ની ખરી હકીકત મળતા અમદાવાદ પોલીસ ના સહયોગ થી આરોપી ને ઝડપી પડેલ છે અને આગળ ની કાર્યવાહી ચાલુ છે.

આ પીઆઇ ઝાલા એ અનેક રીઢા આરોપી ને પકડી પડી અને જેલ હવાલે કર્યા છે અને અનેક અન ઉકેલ ગુનાહ ના ભેદ નું ઉકેલ લાવવામાં સફળ રહ્યા છે યુવક ગોપાલ વેકરીયા જે પરણિત પણ છે અને તેમને તિયાં સંતાન માં દીકરી હોવાનું જાણવા મળ્યું છે ત્યારે આ યુવકે હજુ કેટલી યુવતીઓ ની જિંદગી સાથે ખેલ ખેલ્યો છે કે નહીં તે આગળ ની પોલીસ તપાસ માં બહાર આવશે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.