Abtak Media Google News

કોનો રોષ ઠારવા સાંસદ વિઠ્ઠલભાઇ રાદડીયા ધોરાજી દોડી આવ્યા

ધોરાજીમાં છેલ્લા ૩ વર્ષથી ભુગર્ભ ગટર યોજનાના અને પાણીની પાઇપલાઇનના કામથી સમગ્ર ધોરાજીના રોડ રસ્તાઓ ખરાબ થઇ ગયા અને સખત ધૂળની ડમરીઓ ઉડતા લોકોમાં ભારે રોષ ફાટી નિકળ્યો છે અને થોડા દિવસ પહેલા ભાજપ કાર્યાલય ખાતે લોકોનું ટોળુ ધસી જઇ ભારે હલ્લાબોલ કરતા જેના પડઘા ગાંધીનગર સુધી પડતા અંતે લોકોનો રોષ ઠારવા સાંસદ વિઠ્ઠલભાઇ રાદડીયા ધોરાજી ખાતે દોડી આવી તાત્કાલીક બંધ પડેલ તમામ કામો તાત્કાલીક ચાલુ કરાવી સોમવારથી ધોરાજીના રેલ્વે સ્ટેશન ખાતેથી પેવર રોડ બનાવવાના કામનો પ્રારંભ કરશે.

Advertisement

ધોરાજીમાં રોડ રસ્તા અને સતત ઉડતી ધૂળની ડમરીના કારણે લોકોએ ભાજપ કાર્યાલય ખાતે કરેલ હલ્લા બોલના ઘેરા પડઘા પડતા પોરબંદરના સાંસદ વિઠ્ઠલભાઇ રાદડીયા તાકિદે ધોરાજી ખાતે દોડી આવ્યા હતા અને સરકારી ગેસ્ટ હાઉસ ખાતે ધોરાજી ભાજપના આગેવાનો, નગરપાલિકાના હોદેદારો અને અધિકારીઓ સાથે બેઠક યોજી ધોારાજીની જનતાના રોષમાં તાત્કાલીક કામો શ‚ કરવા તાકિદ કરેલ હતી. અને નબળા કામો કરતા ભુગર્ભ ગટર અને પાણીની પાઇપલાઇનના કોન્ટ્રાકટરોને ઉધડા લઇ ખખડાવી નાખ્યા હતા.

સાંસદ વિઠ્ઠલભાઇ રાદડીયાએ જણાવેલ કે ધોરાજીમાં ભુગર્ભ ગટર અને પાણીની લાઇનના કામના કારણે ૧૦૩ કિ.મી.ના રસ્તાઓ ખરાબ થઇ ગયા છે અને ભુગર્ભ ગટર અને પાણીની પાઇપ લાઇનના કામો પૂર્ણ થતા તાત્કાલિક સરકારની સુચનાથી ટેન્ડર બહાર પાડી કુલ ૯૩ કિ.મી. નગરપાલિકાના અને ૬ કિ.મી. સ્ટેટ હાઇવેના રોડના કામોના ટેન્ડર સાથે વર્કઓર્ડર અપાઇ ગયા છે. અને કુલ ‚ા.૩૭ કરોડના ખર્ચે કુલ ૫૦ રોડના કામ શ‚ કરવામાં આવશે. જેમાં પ્રથમ ધોરાજીના મુખ્યમાર્ગો જેમાં રેલ્વે સ્ટેશન રોડથી સોમવારે કામ શ‚ કરવામાં આવશે.જેમાં ભુગર્ભ ગટરના કામ જ્યા થયા છે એમાં ૪ ફુટ ઉંડા ખોદકામ કરી મેટલ કામ કરી બાદ ડામર પેવર રોડનું કામ સાથે સાથે કરવામાં આવશે. જે રેલ્વે સ્ટેશનથી સ્ટેશન રોડ, ત્રણ દરવાજા, સિન્ધી કાપડ બજાર, દરબાર ગઢ, સોની બજાર, શાકમાર્કેટથી લઇ ખરાવાડ પ્લોટ અવેડા ચોક સુધીનો રોડ પ્રથમ રાઉન્ડમાં આવરી લીધો છે.

સાથે સાથે સ્ટેટ હાઇવેના કામો જેમાં સરદાર ચોકથી જેતપુર રોડ, જુનાગઢ રોડ, ઉપલેટા રોડ, જમનાવડ રોડ સુધીના કુલ ૬ કિ.મી. સુધીના રોડનું કામ પૂર્ણ કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.