Abtak Media Google News

જામનગર જિલ્લાના ધ્રોલમાં રહેતી 28 વર્ષ ની યુવતીએ ગઈકાલે મોડી રાત્રે પોતાના પર વારંવાર દુષ્કર્મ ગુજારી ધાક ધમકી આપવા અંગે ધ્રોલના જ એક શખ્સ સામે ફરિયાદ નોંધાવતાં ભારે ચકચાર જાગી છે. પોલીસે આરોપી ને અટકાયતમાં લઈ લીધો છે.

પોલીસે ગુનો નોંધી આરોપીની કરી ધરપકડ

આ બનાવની વિગત એવી છે કે ધ્રોલમાં રહેતી અને ખેતીવાડી કામ સંભાળતી 28 વર્ષની  યુવતી કે જેણે ગઈકાલે મોડી રાત્રે ધ્રોલ પોલીસ મથકમાં આવીને પોતાની સાથે છેલ્લા ત્રણ વર્ષના સમયગાળા દરમિયાન અવારનવાર દુષ્કર્મ ગુજારી આ બનાવ અંગે કોઈને જાણ કરશે, તો જાનથી મારી નાખવાની ધમકી આપવા અંગે ધ્રોલ ના જ અરવિંદ નકુમ નામના શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે.

પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ધ્રોલના વાડી વિસ્તારમાં રહેતી 38 વર્ષની   યુવતી કે જેની સાથે આરોપી આજથી ત્રણ વર્ષ પહેલાં સંપર્કમાં આવ્યો હતો, અને સંબંધો રાખ્યા પછી તેણીની સાથે અવારનવાર દુષ્કર્મ ગુજાર્યે રાખતો હતો. ડરના માર્યા યુવતી ચૂપચાપ રહી હતી. પરંતુ આખરે ગઈ કાલે પોલીસ નો સંપર્ક સાધ્યો હતો, અને ફરિયાદ નોંધાવતાં ધ્રોલ પોલીસે દુષ્કર્મ અંગેનો ગુનો નોંધી આરોપી અરવિંદ નકુમની અટકાયત કરી લીધી છે, અને વધુ પૂછપરછ હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.