Abtak Media Google News

જીનિયસ ગ્રુપ ઓફ ઇન્સ્ટીટયુશન્સ દ્વારા શિક્ષક દિને  ‘વન્સ અ ટીચર ઓલવેઝ અ ટીચર’ વિષય પર શિક્ષણકાર ડો.ભદ્રાયુભાઇ વછરાજાનીનો સંવાદ

શિક્ષક અને વિદ્યાર્થીઓના જીવન ઘડતરમાં શિક્ષકના મહત્વ વિશે રજૂઆત

જીનિયસ ગ્રુપ ઓફ ઈન્સ્ટીટ્યુશન્સ દ્વારા વિર્દ્યને ઓનલાઈન શિક્ષણ આપવા ઉપરાંત વાલીઓ, યુવાનોને કારકીર્દીલક્ષી અભ્યાસ, લોકોને સામાજિક સમસ્યાઓ અને તે ઉપરાંત અનેક સમકાલીન મુદ્દાઓની ચર્ચા અને માર્ગદર્શન પુરુ પાડવાના આશયી છેલ્લા પાંચ મહિનાી અનેક નિષ્ણાતો અને શિક્ષણવિદોને જીનિયસ સંવાદ શ્રેણીમાં વકતવ્ય માટે આમંત્રિત કરવામાં આવ્યા છે. આવતીકાલ ૫ સપ્ટેમ્બર ટીચર્સ ડે તરીકે દેશભરમાં ઉજવાય છે. આ ઉજવણીના અનુસંધાને તા. ૦૬ સપ્ટેમ્બર રવિવારે વન્સ અ ટીચર: ઓલવેઝ અ ટીચર શિર્ષક સાથે શિક્ષકની તેમના કાર્યકાળ દરમિયાન શિક્ષક તરીકેની ભૂમિકા વિષય ઉપર પ્રકાશ પાડવા જાણીતા લેખક, ચિંતક અને શિક્ષણકાર ડો. ભદ્રાયુભાઈ વછરાજાનીને ઓનલાઈન વાર્તાલાપ માટે આમંત્રિત કરવામાં આવ્યા છે.

Advertisement

એક શિક્ષણવિદ તરીકે જીનિયસ ગ્રુપ ઓફ ઈન્સ્ટીટ્યુશન્સના ચેરમેન ડી.વી.મહેતા કહે છે કે શિક્ષકની એક બાળકના માનસિક વિકાસ, ચારિત્ર્ય ઘડતર તેમજ કારકીર્દી ધડતરમાં પાયાની ભુમિકા રહેલી છે. તેઓ ફકત વિર્દ્યાી જ નહી પરંતુ સમગ્ર સમાજને માર્ગ ચિંધાડવા માટેની અહેમ ભૂમિકા તેઓ નિભાવે છે. અત્યારના સમયમાં આવી પડેલી વૈશ્વિક મહામારીના સમયમાં પણ અવિરતપણે તકનિકની મદદી વિર્દ્યાીઓને ઓનલાઇન શિક્ષણ પુરુ પાડતા તમામ શિક્ષકોને જેટલો બિરદાવીએ તેટલા ઓછા છે. એક આદર્શ શિક્ષકની ભૂમિકા અંગે એક શિક્ષણકાર અને એક શિક્ષક તરીકેના આદર્શ દ્રષ્ટાંતરુપ વ્યકતિત્વ એવા ભદ્રાયુભાઇ આ વિષયને અનુરુપ વધુ સમજ આપે તે માટે તેમને ઓનલાઇન સંવાદ માટે આમંત્રીત કરાયા છે.

આ સંવાદના વકતા ભદ્રાયુભાઈનો ટુંકો પરિચય મેળવીએ. તેઓ બેંક ઓફ બરોડાની કાયમી નોકરી છોડી શિક્ષણની કેડીએ વળ્યાં. બેંક છોડી પ્રાથમીક શિક્ષક થઈને છત્રીસ વર્ષે તેઓ  ઉચ્ચશિક્ષણની ટોચના  સ્વૈચ્છિક નિવૃત થયેલ છે.

ડો. ભદ્રાયુ વછરાજાની જીવવિજ્ઞાનના સ્નાતક, શિક્ષણશાના અનુસ્નાતક, અને જાતીય શિક્ષણ ક્ષેત્રના પ્રથમ ભારતીય ડોક્ટરેટ છે. તેઓ ઙવ. ઉ. ના માર્ગદર્શક છે. ૧૨ જેટલા દેશ-વિદેશના સ્કોલર્સ તેમના માર્ગદર્શનમાં ડોકટરેટ કરી ચુકયા છે. ૧૨ વર્ષ તેઓ યુજીસીની ઈન્ટર-યુનિવર્સીટી ઇન્સ્ટીટયુટના પ્રોફેસર અને ડાયરેકટર તરીકે હતા. હાલ તેઓએ અદાણી ફાઉન્ડેશન, અમદાવાદના શિક્ષણ- સલાહકાર તરીકે પણ રાષ્ટ્રીય સ્તરે ઉત્તમ પ્રદાન કર્યું છે. તેમના ૩૫ થી વધુ પુસ્તકો પ્રકાશિત યા છે અને તેમાના ઘણા પુસ્તકો બેસ્ટ સેલર રહી ચુકયા છે. તેઓને પૂજય મોટા શ્રેષ્ઠ સંશોધન પત્ર એવોર્ડ હાંસલ થયેલ છે. તેઓ ગુજરાતના જાણીતા અખબારો દિવ્ય ભાસ્કર, ફૂલછાબ, અને કચ્છમિત્રના ખ્યાતનામ કટાર લેખક છે.

આ સંવાદ શ્રેણીમાં ભાગ લેવા જીનિયસ કનેકટ યુ-ટયુબ ચેનલ અવા તો જીનિયસ ઇંગલીશ મિડિયમ સ્કૂલ કે જય ઇન્ટરનેશનલ સ્કૂલના ફેસબુક પેઇજ પર તેમજ ઇન્સ્ટાગ્રામ પરથી  રવિવારને તા. ૦૬ સપ્ટેમબરના રોજ સવારે ૧૧:૦૦ કલાકે જોડાય શકાશે. સંસ્થાના ચેરમેન ડી. વી. મહેતા સર્વે જનતાને અને તમામ શિક્ષકોને આ સંવાદમાં જોડાવા અને તેનો લાભ લેવા અનુરોધ કર્યો છે.

આ ઓનલાઈન સેશનના સફળ આયોજન માટે  ચેરમેન અને સીઇઓ ડિમ્પલબેન મહેતાના માર્ગદર્શનમાં એડમિનિસ્ટ્રેટીવ અને આઇટી હેડ પ્રમોદ જેઠવા દ્વારા જહેમત ઉઠાવવામાં આવી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.