Abtak Media Google News

વિજ્ઞાન દિવસ વૈજ્ઞાનિકોની સિધ્ધિઓ અને સમાજમાં તેના યોગદાનની ઉજવણી કરવાની તક: 1928માં ભૌતિકશાસ્ત્રી સી.વી.રામનની રામન ઈફેકટની યાદમાં ઉજવાય છે: જેમજેમ દેશ આગળ વધતો જશે તેમ તેમ રોજિંદા જીવનમાં વિજ્ઞાન અને ટેકનોલોજીનું મહત્વ વધતુ જશે

આજે આપણે જીવીએ છીએ તે વિશ્વને આકાર આપવામાંં વિજ્ઞાને નિર્ણાયક ભૂમિકા ભજવી છે:  નવી તકનીકો અને દવા વિકસાવવા સાથે આપણાં સ્વાસ્થ્ય અને જીવીનની ગુણવતામાં સુધારો કર્યો છે: વિજ્ઞાન, અનંત અનજાયબીનું ક્ષેત્ર

વિશિષ્ટ પ્રકારનું  જ્ઞાન અર્થાત  વિજ્ઞાન-નેશનલ   સાયન્સ ડે એ પ્રભાવશાળી વૈજ્ઞાનિક  સર સી.વી. રામન દ્વારા  માત્ર 200 રૂ. કિયંમતમાં તૈયાર થયેલ   ‘રામનઈફેકટ’ની શોધની યાદમાં ઉજવાય છે.  1928માં તેની આ શોધ માટે નોબલ  પ્રાઈઝ અને  બાદમા તેને ભારત રત્ન પણ  એનાયત થયો હતો.  આ વર્ષની   થીમ: ગ્લોબલ સાયન્સ ફોર ગ્લોબલ વેલબિઈંગ છે. આનો અર્થ વૈશ્વિક સુખાકારી માટે વૈશ્વિક  વિજ્ઞાન છે.  વિજ્ઞાન દિવસ વૈજ્ઞાનિકોની સિધ્ધિઓ  અને સમાજમાં તેના  યોગદાનની ઉજવણી કરવાની તક છે.પ્રવર્તમાન સમયમાં આપણો દેશ આગળવધક્ષ રહ્યો છે. ત્યારે જેમજેમ   આપણે આગળ વધીશું તેમ તેમ રોજીંદા જીવનમાં  વિજ્ઞાન અને   ટેકનોલોજીનું મહત્વ અને તેના લાભો મળતા થશે.

આજે આપણે એવી દુનિયામાં જીવી રહ્યા છે. તેને વિકસાવવામાં વિજ્ઞાને નિર્ણાયક ભૂમિકા ભજવી છે.નવીનવી  તકનીકો અને દવા વિકસાવવા  સાથે આપણા સ્વાસ્થ્ય અને જીવનની ગુણવત્તામાં સુધારો કર્યો છે. વિજ્ઞાન અનંત  અજાયબીનું ક્ષેત્ર છે.  આપણે જ નહીં   વિશ્ર્વ આખાએ કોરોના મહામારીમાં તેના મળેલ લાભો, શોધ, સંશોધનો, રસીઓને કારણે લાખો લોકોના જીવ બચાવી શકયા છીએ.   આજે આપણા દેશના યુવાનો વિજ્ઞાન ક્ષેત્રે  આગળ વધીને વૈશ્વિકસ્તરનાં ‘નાસા’  જેવા યુનિટમાં   મહત્વની ભૂમિકા અદા કરે છે. દેશમાં  લોકવિજ્ઞાન કેન્દ્રની સ્થાપના થતા શાળા-કોલેજના છાત્રો વિજ્ઞાન પરત્વે  રસ-રૂચિકેળવતા થયા પ્રયોગો કરતા થયા છે જે આગળ ઉપર ખૂબજ સારી  દીશા તરફ દેશને લઈ જશે.

ઈન્ફરમેશન ટેકનોલોજીના વિકાસે દુનિયાને   નાની બતાવી દીધી તો હવે આંગળીના ટેરવે  દુનિયાના   ગમે તે ખુણેથી તમો  ગમેતેની સાથે આદાન  પ્રદાન કરીને  માહિતી મેળવી શકો છો. આપણા દેશમાં 1986થી રાષ્ટ્રીય   વિજ્ઞાન દિવસ ઉજવાય છે.   આજના દિવસનો મુખ્ય ઉદેશ રોજિંદા    જીવનમાં વિજ્ઞાનના   મહત્વ વિશે લોકોમાં જાગૃતિ લાવવાનો અને   વિજ્ઞાન અને ટેકનોલોજીને લોકપ્રિય બનાવીને  લોકોને પ્રોત્સાહિત કરવાનો છે. વૈજ્ઞાનિક પધ્ધતિએ   પ્રક્રિયા છે.  જેના દ્વારા   વૈજ્ઞાનિકો સંશોધનો કરે અને પૂર્વ ધારણાઓનું પરિક્ષણ કરે છે.પણિામનાં વિશ્ર્લેષણ બાદ મળેલ પુરાવાના આધારે તારણો  કાઢે છે.

આ વર્ષની ઉજવણી થીમ  જી.20નું પ્રમુખ પદ સંભાળી રહેલા   ભારત સાથે પૂર્ણ રીતે   સુમેળમાં છે.દેશ અને   વિદેશમાં લોકો અને વૈજ્ઞાનિક   સમુદાયને એક  સાથે રાખવા,  સાથે કામ કરવા અને માનવજાતની સુખાકારી માટે તક પુરી પાડે છે. આપણે અત્યારે સામુહિક   વૈજ્ઞાનિક   જવાબદારી પૂરી   કરવા અને માનવ માટે  વિજ્ઞાન શકિતનો  લાભલેવા પ્રત્યેની  પ્રતિબધ્ધતા ક્ષેેત્રે હરણફાળ ભરી છે. ભારતીય   વૈજ્ઞાનિકોની  સફળતાઓ   પ્રયાગેશાળાથી   જમીન સુધી પહોચી  ગઈ છે. આજે સામાન્ય માણસ માટે જીવનની  સરળતા  લાવવા ઘર ઘર   સુધી વિજ્ઞાનની એપ્લિકેશન પહોચી ગઈ છે.

આપણાદેશમાં વિજ્ઞાન અને ટેકનોલોજીની ઈકોસિસ્ટમે   છેલ્લા  8 વર્ષમાાં જ ઘણા નવા સીમાચિન્હ રૂપી સુધારાઓ દ્વારા ઘણી પ્રગતિ કરી છે. આજે આપણુ જીવન એક સંસ્કૃતિમાં છે તેમાં  બે પ્રકારની વ્યકિતઓમાં એક ધાર્મિક યાત્રાને  અનુસરતા અને બીજા વિજ્ઞાન ઉપર ની માન્યતા ધરાવતા લોકો  આજે 21મી સદીમાં પણ લોકો અંધશ્રધ્ધામાં માને છે. આવા વાતાવરણ વચ્ચે પણ ઘણા લોકો વૈજ્ઞાનિક  અને તકનીકી  ક્ષેત્રે નવી   ઉંચાઈ હાંસલ કરવા   સખત મહેનત કરી રહ્યા છે.આૂપઉંણી મર્યાદાનું  જ્ઞાન આપે છે. અને આપણા પર્યાવરણની દરેક વસ્તુ વિજ્ઞાન આધારીત છે.વિજ્ઞાનમાં વિશ્ર્વાસ  રાખતો સમુહ વધવા લાગશે. ત્યારે આગામી   પેઢી વિવિધ વૈજ્ઞાનિક  શોધોથી   આકર્ષિત થશે. સીવી રામન  વિજ્ઞાનના કોઈપણ ક્ષેત્રમાં   નોબલ પુરસ્કાર  મેળવનાર પ્રથમ એશિયન  હતા. તેની આ શોધે   ભવિષ્ય વૈજ્ઞાનિકો માટે માર્ગ ખુલ્લો કર્યો હતો.

યુવાવિદ્યાર્થીને વિજ્ઞાન ક્ષેત્રે   આગળ વધવા પ્રાતેસાહિત   કરવા અને  શોધ સંશોધનની આપણા જીવન પર અસરની પણ વાત છે.વિજ્ઞાનએ જ્ઞાનનાશરીર કરતા ઘણુ વિચારવાની પધ્ધતિ છે.   આજનું વિજ્ઞાન એ આવતીકાલની ટેકનોલોજી છે. આલ્બર્ટ  આઈન્સ્ટાઈને પોતાની વાતમાં કહ્યું છેકે, ‘ધર્મ વિનાનુય વિજ્ઞાન લંગડું છે, વિજ્ઞાન વિનાનો ધર્મ આંબળો છે. વિજ્ઞાન અને ટેકનોલોજી આપણ ા જીવનમાં ક્રાંતિ લાવે છે. વિજ્ઞાન એ માનવ સંસ્ક્ૃતિનો અભિન્ન ભાગ છે. સુન્યનીશોધથી લઈને અનંતની   યાત્રા સુધી, ભારતીય વૈજ્ઞાનિકોએ ગણિત ક્ષેત્રમાં પણ નોંધપાત્ર યોગદાન આપ્યું છે. જે  તમામ વિજ્ઞાનનો   પાયો છે.   આપણા રાષ્ટ્રની હજી ઘણી સમસ્યાઓ છે જેમાંથી આપણને વિજ્ઞાન જ માર્ગ બતાવશે.

વિજ્ઞાન એ માર્ગદર્શક ‘સ્ટાર’ છે

જ્ઞાનની શોધ, સત્યની શોધ સાથે વિજ્ઞાનીકો  હકિકતો અને    આંકડાઓ સાથેપ્રયોગો  કરીને માહિતીને ઉજાગર કરે છે. વૃધ્ધથી   યુવા સુધી કે  ખગોળીય  જ્ઞાન સાથે  માનવ જીવનમાં  ઉત્કર્ષ માટે વિજ્ઞાન એ માર્ગદર્શક તારો છે વિજ્ઞાન એટલે વિશાળ જ્ઞાન, પ્રયોગશાળામાં  દિવસ રાત મહેનત કરીને નવી શોધ કરનાર વૈજ્ઞાનિક અજ્ઞાંન, અંધશ્રધ્ધાની  સાકળ તોડી નાંખે છે. વિજ્ઞાન એક એવી ચાવી છે, જે આપણને  મુકત કરે છે.  રામન અસરથી પદાર્થની પરમાણું રચના અને તે વિષયક તમામ માહિતી જાણવા  મળી હતી.   તેનો ઉપયોગ રસાયણ શાસ્ત્ર, જીવ વિજ્ઞાન અને સમગ્ર વિજ્ઞાન જેવા ક્ષેત્રોમાં  વિશેષ  જોવામળે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.