Abtak Media Google News

પશુઓ માટે ખાણદાણ સહાય, મિલ્કિંગ મશીનરી સહાય, કેટલ શેડ, પાણીની ટાંકી જેવી સહાય માટે પોર્ટલ ઈં-ઊંવયમીિં ઉપર ઓનલાઈન અરજી કરી શકાશે

રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના માર્ગદર્શનમાં રાજ્ય સરકારનાં પશુપાલક વિભાગ દ્વારા પશુપાલકો માટે વર્ષ 2019-20 માટે વિવિધ સહાયકારી યોજનાઓ અમલમાં મુકવામાં આવી છે, આ યોજનાઓ માટે પશુપાલકો તા.30 જૂન 2019 સુધીમાં રાજ્ય સરકારના પોર્ટલ  I-Khedut ઉપર ઓનલાઈન  અરજી કરીને સહાયનો લાભ લે તેવો અનુરોધ ભાજપ ઔદ્યોગીક સેલના ક્ધવીનર દિપક મદલાણીએ પશુપાલકોને કર્યો છે.

ભાજપ ઉદ્યોગ સેલના ક્ધવીનર દિપક મદલાણીએ આપેલી જાણકારી મુજબ રાજ્યનાં પશુપાલક વિભાગ દ્વારા પશુઓ માટે (ગાય/ભેંસ) ખાણદાણ સહાય, પશુપાલકોને મિલ્કિંગ મશીનરી સહાય, પશુઓના રહેણાંક માટે કેટલ શેડ, પાણીની ટાંકી બનાવવા સહાયની યોજના ઉપરાંત મરઘાં પાલન તાલીમ અંતર્ગત  સ્ટાઈપેન્ડની યોજના, એકથી વધુ અને વીસની મર્યાદ્યામાં દુધાળા પશુઓ હોય તો દુધાળી પશુ એકમ સ્થાપનાની યોજના અમલમાં મુકવામાં આવી છે.

દિપક મદલાણીએ જણાવ્યું છે કે, રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નિતીનભાઈ પટેલના વડપણ હેઠળની રાજ્યની ભાજપ સરકાર રાજ્યના છેવાડામાં રહેતા માનવી સુધી સરકારી સહાય પહોંચે અને તેમનું જીવન ધોરણ ઉંચુ આવે સાથો સાથ ગરીબ પછાત વર્ગની સાથો સાથ નેસડામાં કે સીમ વગડામાં જીવનનિર્વાહ કરતા પશુપાલકોનું જીવન ધોરણ ઉંચુ આવે તે માટે સતત પ્રયત્નશીલ અને ચિંતિત છે ત્યારે રાજ્યના પશુપાલકોને પણ વિવિધ સરકારી યોજનાનો લાભ મળે તે માટે પશુપાલપ ખાતાના માધ્યમથી વિવિધ સહાય યોજનાઓ શરૂ કરવામાં આવી છે.

ભાજપ ઔદ્યોગીક સેલના ક્ધવીનર દિપક મદલાણીએ સહાયની વધુ વિગત આપતાં ઉમેર્યું છે કે, ગ્રામ્ય દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓ માટે મિલ્ક કલેકશન સિસ્ટમ, ગ્રામ્ય દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓ માટે ગોડાઉન બનાવવાની સહાય, દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓ માટે મિલ્ક કલેકશન સિસ્ટમ, ગ્રામ્ય દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓ માટે ગોડાઉન બનાવવાની સહાય, દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓ માટે દૂધ ભેળસેલ ચકાસણી માટેના મશીનની સહાય, શુદ્ધ સંવર્ધન દ્વારા રાજ્યની સ્થાનિક ઓલાદની ગાયમાં કૃત્રિમ બીજદાનથી જન્મેલ વાછરડીઓના પશુપાલકો માટે પણ પ્રોત્સાહક યોજના વર્ષ 2019-20 માટે અમલમાં મુકવામાં આવી છે.

આવી જ રીતે સ્વરોજગારીના હેતુ અંતર્ગત પશુપાલન વ્યવસાય માટે 12 દૂધાળા પશુઓના ડેરી ફાર્મ સ્થાપના માટે પણ સહાય ચૂકવવામાં આવી રહી છે. તેમજ પશુપાલકોના ગાભણ (ગાય/ભેંસ) માટે ખાણદાણ સહાય યોજના પણ અમલમાં છે. આ યોજના અંતર્ગત સહાય લેવા માટે તા.1 જુનથી  ઈં-ઊંવયમીિં પોર્ટલ ઉપર અરજી સ્વીકારવાનું શરૂ થયું છે. જે તારીખ 30 જૂન સુધી સ્વીકારશે. આથી સૌરાષ્ટ્ર-કચ્છ વિસ્તારના પશુપાલકોને આ સમય મર્યાદામાં  લાભ લેવા અનુરોધ કર્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.