Abtak Media Google News

શ્રઘ્ધાળુઓમાં ભારોભાર નારાજગી: તંત્ર બિન્દાસ

ખંભાલીયામાં મેઇન ધર્મસ્થાનો પૈકીના મહાપ્રભુજી તથા બાજુમાં કેદારેશ્ર્વર મહાદેવનું મંદીર આવેલ છે. આ બન્ને ધર્મસ્થાનો આસપાસ ઘણા સમયથી સ્થિતિ બદતર છે. બીજી તરફ અહીં રોગચાળો પણ ખુબ પ્રસરો છે. છતાં પણ જવાબદારો દ્વારા આવી ખદબદતી સ્થિતિની કશીજ નોંધ લેવામાં આવતી નથી. નદી કિનારે આવેલા આ મંદીરોના પરિસર માં તથા આંગણામાં વરસાદના કારણે મસ મોટા ખાડા થયા છે. બાજુમાંથી પસાર થતી ગટરોના નબળા કામો ના કારણે ગટર તુટી જવાથી ગટરનો તમામ ગંદવાડ આવા ખાડાઓમાં તળાવ માફક સંગ્રહાયો છે.
મામલતદાર કચેરી તથા પ્રાંત કચેરી તથા આગળ પાલિકા કચેરી છે વર્તમાન તથા પૂર્વ અનેક સદસ્યો અહીં નિત્ય દશનાર્થે આવે છે. પણ અનેક સદસ્યો અહીં નિત્ય દશનાર્થે આવે છે પણ માનદ્દ સેવાના આ કામમાં કોઇ રસ દાખવતું નથી.
માત્ર ઉપર છલ્લી સફાઇ કયારેય કરવામાં આવે છે પરંતુ રોગચાળાની નાબુદી માટે ઠોસ પગલા ભરવામાં આવતા નથી.
જવાબદારો આવી ખદબદતી સ્થિતિને સુધારવામાં રસ દાખવતા ન હોય ત્યારે જીલ્લા તથા પ્રદેશના આરોગ્ય વિભાગ શહેરી વિકાસ મંત્રાલય દ્વારા આ ખરાબ સ્થિતિનું રોજકામ કરવા માટે શ્રઘ્ધાળુઓની માંગણી છે શું આ સ્થિતિમાં સુધારો કરવામાં આવશે કે નહિ? શ્રઘ્ધાળુઓમાં આ સવાલ જીગ્નાશાનો વિષય બન્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.