Abtak Media Google News

દિવાળી ટાણે મોબાઇલની ઓનલાઇન ખરીદી થતી હોવાથી વેપારીઓ રોષે ભરાયા

હાલ સમગ્ર વિશ્વમાં ઓનલાઈન વેંચાણ ધૂમ મચાવી રહ્યું છે. ત્યારે ઓનલાઈન વેચાણ અને ખરીદી માટે અનેક જાતની કંપની ઓ બજારમાં હાલ દુકાનો કરતા પણ સસ્તા ભાવે વેચાણ કરી રહી છે. અને અનેક લોભામણી સ્કીમો રાખીને ગ્રાહકોને પોતાની તરફ આકર્ષિત કરી રહયા છે.

ત્યારે આ ઓનલાઈન શોપિંગના મામલે અનેક લોકોના ધંધા બન્ધ થયા છે અને અનેક લોકો બેરોજગાર બન્યા છે. ત્યારે ઓનલાઈન શોપિંગના મામલે લોકો ખરીદી ઘેર બેઠા મોબાઈલના માધ્યમ દ્વારા કરી રહયા છે. બજારોમાં ફરતા નાણાં અને બજારૂ વેપારીઓ નવરા બન્યા છે.

Img 20191021 095427

જિલ્લાની મોટા ભાગની બજારો સુમસામ નઝરે પડી રહી છે. લોકોનો ક્રેજ ઓનલાઈન શોપિંગ તરફ વળ્યો છે ત્યારે જિલ્લાના ઈલેકટ્રીક વસ્તુ વેચાણ સામે જિલ્લાના મોટા ભાગના વેપારીઓમાં ફટકો પડયો છે. ત્યારે ખાસ કરી જિલ્લાની મોબાઇલની દુકાનોમાં દીવાળી ટાણે પણ ઘરાકી જોવા મળી રહી નથી. જેનું મુખ્ય કારણ ઓનલાઈન શોપિંગ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.