Abtak Media Google News

રાજયની અગ્રગણ્ય મહિલા આગેવનો પૈકીના ડો.ભાવના જોશીપુરાએ ‘અબતક’ સાથેની વિશેષ મુલાકાતમાં મહિલા શકિત, મહિલાઓ સામેના પડકારો તથા તેના ઉપાયો અંગે ચર્ચા કરી હતી.

Advertisement

તેમણે કહ્યું હતું કે, મહિલા વિકાસનો સવાલ છે એ મહિલાના અલગ અલગ સેકટર છે. હું નાનપણથી સમાજ સેવામાં જોડાયેલી છું. ૧૯૮૩થી વકિલાતમાં હતી અને અ‚ણાબેન દેસાઈ અને પુષ્પાબેન મહેતા જે મહિલા જગત માટે લીજેડ કાર્ય કરતા કહેવાય. ગુજરાત રાજય સમાજ કલ્યાણ સલાહકાર બોર્ડના પ્રથમ ચેરપર્સન અને સમાજ કલ્યાણ બોર્ડ બનાવું તેમાં ફાળવવું એ પ્રકારના વ્યકિત સાથે મારે નાનપણથી રહેવાનું થયું. વકીલાત શ‚ કરી મારો અને સમાજનો જાણે સીધો જ સંપર્ક ખાસ કરીને વ્યથામાં પીડામાં મુકાયેલી સ્ત્રીઓને મળવાનું અને તેઓના પ્રશ્ર્નોનું નિકાલ કરવાનું કામ એ જોતા-જોતા લાગ્યું કે પ્રશ્ર્નો છે એ પતિ-પત્ની ટકરાર હોય બધાના મુળમાં આર્થિક કારણ પડેલું છે.

એક વખત જયારે ૩૦ દિવસમાં ૨૬ આપઘાતના કેસો થયા એ ૨૬માં માસમાં ગઈ પછી પ્રતિજ્ઞા કરી કે એના બદલે એવી પ્રતિજ્ઞાના લઈએ કે મરવું નથી. તારી સાથે છીએ એ  પ્રકારની મુવમેન્ટ આજે અમે ૩૦ વર્ષથી સતત ચલાવી

છીએ હવે અમે ૨૫૦૦૦થી વધારે બહેનો સુધી આત્મનિર્ભર અને સ્વલબંર બનાવવા તરફ અમે પહોંચી શકયા છીએ. રાજકોટ શહેરમાં અને રાજકોટના ગ્રામ્ય વિસ્તારમાં અખિલ મહિલા પરિષદ શ્રીએવ વિકાસ ટ્રસ્ટ લીગલ રીસર્ચ ફાઉન્ડેશન એના માધ્યમથી અમે કાનુની સાક્ષરતા આપી વર્કિંગ વુમન હોસ્ટેલ, ફેમીલી કાઉન્સલીંગ કારણ કે કોર્ટે ન જાવું હોય અને નિરાકરણ લાવું છે. આવું એક કેન્દ્ર હોવું જોઈએ અને મહિલાના બાળ વિકાસ કમિશનરનું વિવિધ લક્ષય કેન્દ્ર અને એવું લાગ્યું કે આરોગ્ય પણ અગત્યની બાબત છે. એ દ્રષ્ટીએ અમારું કોમ્યુનિટી હેલ્થ સેન્ટર છે જયાં ખાસ કરીને ગર્ભવતી બહેનો બાળક ૧૨ વર્ષનું થાય ત્યાં સુધીમાં ઝુંબેશનું કામ કરીએ છીએ. આની સાથે સાથે આરોગ્ય કેન્દ્ર જે રાજકોટ મહાનગરનું હોય અખિલ મહિલા પરિષદ એમાં સેવાભાવી છે. ૨ વોર્ડના ઈન્ચાર્જ છીએ.

સમય, શકિત અને બુદ્ધિથી પણ સમાજ સેવા થાય એવી મને અનુભૂતિ થઈ. એના અધારે તમામ યોજના લોકો સુધી પહોંચે એ પ્રકારનો સહભાગ થયો અને ગ્રામ્ય કક્ષાના કાર્યક્રમોમાં ગ્રામ્યનો વિકાસ કેમ નથી થતો એનું એક સંશોધન કરવાનું યુનિસેફના માધ્યમથી કરવાની મને તક મળી. ખાસ કરીને અખિલ મહિલા પરિષદ અંતગૃત અમે રમણીક કુંવરબા વૃદ્ધાશ્રમ જેના માતા-પિતા એમને વિનામૂલ્યે રાખીએ છીએ. ખાવું-પીવું, રહેવું અને એવા ડોનર મળે જે વાપરવાના પૈસા આપે અને પ્રવૃતિઓ ૧૮ જેટલા મફત કરાતા આ પ્રકારના કાર્યક્રમો ચાલી રહ્યા છે. મહિલા સુરક્ષા આંતરીક અને બાહ્ય એ ખૂબ અગત્યનો મુદ્દો છે. આમ જોઈએ તો કોઈપણ વ્યકિતને ભારતમાં જ અત્યાચાર નહીં પણ વિશ્ર્વભરમાં એ પ્રકારની સ્થિતિ છે. સ્ત્રીનો વ્યાપાર કરવો, સ્ત્રી અને બાળકીને એક દેશથી બીજા દેશમાં વેચવાનું. આ પ્રકારના જે રેકેટ ચાલી રહ્યા છે એ મોટો પડકાર છે. એ સ્થિતિમાં ઘર અને ઘર બહાર સુરક્ષા ડોમેસ્ટીક લાયસન્સ એકટ આવ્યું અને દુષ્કૃત્ય ઉપર કડક સરકારની જોગવાઈ આવી કાયદામાં પણ ફેરફાર આવ્યા. વેલફેર ટુ સ્ત્રશકિતકરણ એમ પાવરમેન્ટ એ પ્રકારની પ્રક્રિયા એ વિશ્ર્વભરમાં ચાલી રહી છે.

૧૯૭૫માં આંતરરાષ્ટ્રીય મહિલા વર્ષથયું. એટલા માટે આ જાહેર થયું. ૧૯૯૦માં આંતરરાષ્ટ્રીય બાળકી વર્ષ જાહેર થયું અને ૧૯૯૫માં બેઝીક ડેકલેરેશન યુએનના જેટલા સુત્રો છે એમાં જોવો તો તમામ જગ્યાએ અને ૨૦૦૭માં એવું સ્લોગન હતું કે મેન અને વુમન યુનાઈટેડ ટુ ગેધર ટુ સ્ટોપ વાયોલન્સ અગેન્ષ્ટ વુમન્સ એન્ડ ગર્લ ચાઈલ્ડ આ એવું સુચવે છે કે મહિલા સામેના અત્યાચારોમાં સ્ત્રી અને પુરુષ ભેગા રહીને સુરક્ષાનું કામ કરે. ૨૦૩૦ સુધીમાં જાગીગત સમાનતાના સન્માન પ્રાપ્ત કરીએ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.