Abtak Media Google News

ઓટલા તોડવા માટે વેપારીઓને ટાઈમ આપવાની માંગણી સાથે કોંગી કોર્પોરેટર અને આગેવાનો બુલડોઝર સામે બેસી ગયા ભાજપના આગેવાનોએ કોર્પોરેશનના સ્ટાફ સાથે કરી ઝપાઝપી

સ્વામીનારાયણ ચોકમાં ચોમાસામાં પુષ્કર વરસાદી પાણી ભરાતું હોય ઓટલા ન તોડવા ભાજપ અને કોંગ્રેસની એક સરખી માંગણી: ૪૧ સ્થળે ઓપરેશન ઓટલા તોડ હાથ ધરતી ટીપી શાખા

રાજકોટ મહાનગરપાલિકાની ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા વન વીક, વન વોર્ડ અંતર્ગત આજે શહેરના સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં વોર્ડ નં.૩માં આનંદ બંગલા ચોકથી ગુ‚પ્રસાદ ચોક સુધીના વિસ્તારમાં ઓપરેશન ઓટલા તોડ હાથ ધરવામાં આવ્યું હતું. દરમિયાન સ્વામીનારાયણ ચોકમાં ડિમોલીશન અટકાવવાના પ્રયાસ સાથે ભાજપ અને કોંગ્રેસના આગેવાનોએ જબરી માથાકૂટ કરી હતી. બંદોબસ્ત માટે સ્થળ પર હાજર પોલીસે કોંગ્રેસના બે કોર્પોરેટર સહિત ભાજપ અને કોંગ્રેસના ૧૦ આગેવાનોની અટકાયત કરી હોવાનું જાણવા મળી રહ્યું છે. ૪૧ સ્થળોએ માર્જીન પાર્કિંગમાં ખડકાયેલા ઓટલા અને છાપરાનો ટીપી શાખાએ કડુસલો બોલાવી દીધો હતો.

સ્માર્ટ સિટી અંતર્ગત મ્યુનિ.કમિશનર બંછાનિધી પાનીના આદેશ અનુસાર મહાપાલિકાની અલગ-અલગ શાખાઓ દ્વારા દર બુધવારે વન વીક, વન વોર્ડ અંતર્ગત રાજમાર્ગો પર માર્જીન પાર્કિંગની જગ્યામાં ખડકાયેલા દબાણો દુર કરવા માટે ઓપરેશન ઓટલા તોડ હાથ ધરવામાં આવે છે. આજે સવારે ટીપીઓ એમ.ડી.સાગઠિયાની આગેવાનીમાં સેન્ટ્રલ ઝોન કચેરીની ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા શહેરના વોર્ડ નં.૧૩માં કૃષ્ણનગર મેઈન રોડ પર આનંદ બંગલા ચોકથી ગુ‚પ્રસાદ ચોક સુધીના વિસ્તારમાં ડિમોલીશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. સ્વામીનારાયણ ચોક વિસ્તારમાં ચોમાસાની સીઝનમાં ૧૫૦ ફુટ રીંગ રોડ અને મવડી વિસ્તારનું પાણી ભરાઈ છે. જેના કારણે વરસાદી પાણી વેપારીઓની દુકાનમાં ઘુસી જતું હોવાના કારણે માર્જીન પાર્કિંગની જગ્યામાં ઓટલા બનાવ્યા છે. આ ઓટલા ન તોડવા અથવા વેપારીઓને ઓટલા તોડવા માટે સમય આપવાની માંગણી કોંગ્રેસના કોર્પોરેટર જાગૃતિબેન ડાંગર, રવજીભાઈ ખીમસુરીયા અને કોંગી અગ્રણી પ્રભાતભાઈ ડાંગર સહિતનાઓએ કરી હતી. સામાપક્ષે ભાજપના અગ્રણી શૈલેષભાઈ ડાંગર, પ્રફુલભાઈ કાથરોટીયાએ પણ સ્વામિનારાયણ ચોકમાં ઓટલા ન તોડવાની માંગણી કરી હતી. આ માંગણીનો સ્વિકાર ન કરવામાં આવતા બે કોંગી કોર્પોરેટરો અને આગેવાનો બુલડોઝરની સામે બેસી ગયા હતા. ડિમોલીશનની કામગીરી આગળ ધપાવવા માટે સ્થળ પર બંદોબસ્ત માટે હાજર વિજિલન્સ શાખાએ બે કોંગી કોર્પોરેટર અને ૬ આગેવાનો સહિત આઠની અટકાયત કરી હતી.

Gujarat News | Rajkot
gujarat news | rajkot

બીજી તરફ ડિમોલીશનની કામગીરી ચાલી રહી હતી ત્યારે વોર્ડ નં.૧૩ના ભાજપના આગેવાન યોગેશભાઈ સોનીના દ્વારકાધીશ જવેલર્સ નામની દુકાનનો ઓટલો તોડવામાં આવતા તેઓએ કોર્પોરેશનના સ્ટાફ સાથે ઝપાઝપી કરી હતી ત્યારે પોલીસે યોગેશ સોની અને વાલાભાઈ માવલા સહિત ભાજપના બે આગેવાનોની અટકાયત કરી હોવાનું જાણવા મળી રહ્યું છે. આજે સ્વામીનારાયણ ચોકમાં ઓપરેશન ડિમોલીશન વેળાએ બંને પક્ષોએ આ વિસ્તારમાં વરસાદી પાણી ભરાતું હોય જેના નિકાલ માટે મહાપાલિકા દ્વારા યોગ્ય વ્યવસ્થા કર્યા બાદ ઓપરેશન ઓટલા તોડ હાથ ધરવાની માંગણી કરી હોવા છતાં ટીપી શાખાએ આ માંગણીને નકારી કાઢી આનંદબંગલા ચોક, અર્પણા કોમ્પ્લેક્ષ, રાજમોતી કોમ્પ્લેક્ષ, તુલસી પાન એન્ડ કોલ્ડ્રીંકસ, પાર્થ મોબાઈલ, આવકાર કોમ્પ્લેક્ષ, પટેલ પાન એન્ડ કોલ્ડ્રીંકસ, અવધ એપાર્ટમેન્ટ, ડો.એલ.જી.મોરીની હોસ્પિટલ, બાલાજી ભેળ હાઉસ, શ્રીરાજ ડેરી ફાર્મ, મા‚તિ નંદન-૧ કોમ્પ્લેક્ષ, કૌટીલ્ય સ્ટેશનરી એન્ડ બુક સ્ટોર્સ, ઉમિયાજી પાન એન્ડ કોલ્ડ્રીંકસ, ભારત ફલોર મીલ, શ્રદ્ધા મેડિકલ સ્ટોલ, ક્રિષ્ના જવેલર્સ, પટેલ ઓટો, ગાયત્રી ડેરી, એ-વન શુભમ ડિલકસ પાન એન્ડ કોલ્ડ્રીંકસ, સિંધોઈ ટી સ્ટોલ, પિતૃ કૃપા સાઈકલ સર્વિસ સહિત કુલ ૪૧ સ્થળોએ માર્જીન પાર્કિંગની જગ્યામાં ખડકાયેલા ઓટલા પર બુલડોઝર ફેરવી દીધું હતું.

Gujarat News | Rajkot
gujarat news | rajkot

કોંગ્રેસના ઈશારે ડિમોલીશન: ભાજપના આગેવાનો સ્ટેન્ડિંગ ચેરમેન પાસે દોડી આવ્યા

વોર્ડ નં.૧૩માં સ્વામીનારાયણ ચોકમાં મહાપાલિકાની ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા કોંગ્રેસના કોર્પોરેટરના ઈશારે ડિમોલીશન હાથ ધરવામાં આવ્યું હોવાના આક્ષેપ સાથે આજે શહેર ભાજપના ઉપપ્રમુખ પ્રફુલભાઈ કાથરોટીયા અને વોર્ડના અગ્રણી બાલાભાઈ સહિતના આગેવાનો સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કરભાઈ પટેલ સાથે દોડી આવ્યા હતા અને ઉગ્ર રજુઆત કરી હતી. તેઓએ ચેરમેનને એવા મતલબની ફરિયાદ કરી હતી કે ઓપરેશન ઓટલા તોડમાં ટીપી શાખાના અધિકારીઓએ કોંગ્રેસના કોર્પોરેટરોની ભલામણ માન્ય રાખી હતી. ૮-૧૦ દુકાનોને છોડી દેવામાં આવતી હતી. જયારે એકાદ-બે દુકાનના ઓટલા તોડવામાં આવતા હતા. જેમાં ભાજપના કાર્યકરો કે આગેવાનોની દુકાનોને ખાસ ટાર્ગેટ બનાવવામાં આવી હોવાનો આક્ષેપ પણ કર્યો હતો. કોંગ્રેસની ભલામણના ઈશારે વોર્ડ નં.૧૩માં સ્વામીનારાયણ ચોકમાં ડિમોલીશન હાથ ધરવામાં આવ્યું હોવાની ફરિયાદ મળતા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કરભાઈ પટેલે આ અંગે તાત્કાલિક અસરથી મ્યુનિ.કમિશનરનું ધ્યાન દોર્યું હતું અને જરૂર પડયે સ્થળ વિઝીટ કરવા તાકીદ કરી હતી.

ભવિષ્યમાં આવું ન થાય તેનું ખાસ ધ્યાન રાખવા પણ કડક ભાષામાં ઠપકો આપ્યો હતો.

Gujarat News | Rajkot
gujarat news | rajkot

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.