Abtak Media Google News

અદાલતમાં દાખલ અને દાખલ થયા પહેલાના ૧૦ પ્રકારના ૭૧૬૧ કેસો સમાધાન ર્એથે મુકાયા

શહેરના હોસ્પિટલ ચોક નજીક ડિસ્ટ્રીકટ કોર્ટ બિલ્ડીંગના પ્રથમ માળે યોજાયેલી મેગા લોક અદાલતનું ડિસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજ કુ.ગીતા ગોપીએ દિપ પ્રાગ્ટય કરી લોક અદાલતને ખુલ્લી મુકી હતી. આ પ્રસંગે જજીસો તેમજ સિનિયર-જૂનિયર એડવોકેટો ઉપસ્તિ રહ્યાં હતા.

રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ અને હાઈકોર્ટના ઉપક્રમે જિલ્લા કાનૂની સેવા મંડળ દ્વારા શહેર-જિલ્લા કક્ષાએ મેગા લોક અદાલતમાં ૧૦ પ્રકારના મળી ૭૧૬૧ કેસો મુકવામાં આવ્યા હતા અને બપોર સુધીમાં આશરે ૩૦ થી ૩૫ ટકા કેસોનો સમાધાન ર્એથે નિકાલ કરવામાં આવ્યા છે.

ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ હાઈકોર્ટના ઉપક્રમે અને જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ રાજકોટ દ્વારા આજે રાજકોટ શહેર અને તાલુકા મથકે આવેલી તમામ અદાલતોમાં મેગા લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે. સદર લોક અદાલતમાં દાખલ થયેલા તથા અદાલતમાં કેસ દાખલ થાય તે પહેલા (પ્રીલીટીગેશન) કેસો હાથ પર લેવામાં આવનાર છે. સદરહુ લોક અદાલતમાં ફોજદારી સમાધાન લાયક, ચેક રીટર્ન અંગેના, બેન્ક લેણા, અકસ્માત વળતર, લગ્ન વિષયક, મજૂર અદાલતના, જમીન સંપાદન, ઈલેકટ્રીસીટી તથા પાણીના બીલો રેવન્યુ દિવાની અને અન્ય સમાધાન લાયક કેસો મળી કુલ ૭૧૬૧ કેસો મુકવામાં આવ્યા હતા.

જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ રાજકોટના ચેરમેન અને મુખ્ય જિલ્લા ન્યાયાધીશ કુ.ગીતા ગોપી દ્વારા તમામ પક્ષકારોએ અનુરોધ કરવામાં આવેલો છે. પક્ષકારોની સમજણ અને સમજુતીથી કેસનો નિકાલ થાય અપીલ થતી નથી જેથી ભવિષ્યના વિવાદી પણ પક્ષકારોને છુટકારો મળે છે.

આ લખાય છે ત્યાં સુધીમાં ૩૦ થી ૩૫ ટકાથી વધારે કેસો સમાધાન ર્એથે નિકાલ કરવામાં આવ્યા છે. તેમજ સાંજ સુધીમાં આશરે ૭૦ થી ૭૫ ટકા કેસનું સમાધાન થવાની શકયતા સેવા રહી છે.

આ તકે બાર એસો.ના પ્રમુખ બકુલ રાજાણી, પ્રમુખ સિધ્ધરાજસિંહ જાડેજા, સેક્રેટરી જીજ્ઞેશભાઈ જોષી સહિત અને સિનિયર-જૂનિયર એડવોકેટ તાથ વિમા કંપનીના અધિકારી તેમજ મોટી સંખ્યામાં અસીલો ઉપસ્તિ રહ્યાં હતા.

ડિસ્ટ્રીક જજ ગીતા ગોપીના સમાધાનકારી અભિગમને મળ્યો સારો પ્રતિસાદ

ઘરેલુ હિંસાના કેસમાં સુખદ સમાધાન કરાવતા વિખૂટા પડેલા પરિવારનું ફરી મિલન થયું

Disposal-Of-More-Than-35-Cases-In-Mega-Lock-Courts
disposal-of-more-than-35-cases-in-mega-lock-courts

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની ૧૫૦મી જન્મ જયંતી સમગ્ર દેશ ઉજવી રહ્યો છે મહાત્મા ગાંધીના રામરાજ્યના સપના ને સાકાર કરવા વધુને વધુ કેસનો સમાધાનથી નિવેડો લાવવો જોઇએ તેમ રાજકોટ ડીસ્ટ્રીક એન્ડ સેશન્સ જજ ગીતા ગોપીએ રાજકોટ ખાતે યોજાયેલી લોક અદાલતના ઉદઘાટન પ્રસંગે કહ્યું હતું. અને ઘરેલું હિંસાના કેસને મહત્વ આપી તાકીદે નિકાલ લાવવા બંને પક્ષે સમાધાન કરાવવાના અભિગમને સારો પ્રતિસાદ મળ્યો છે.

દંપત્તી વચ્ચેના ઘરેલુ હિંસાના કેસમાં કોર્ટમાં આવે ત્યારે બંને પક્ષે સમાધાન થયા તેવા અભિગમ દાખવવા પર ભાર મુકી કેસને મિડીએટર સેન્ટરમાં લાવી બંને પક્ષને નોટિસ દ્વારા કોર્ટમાં બોલાવી સિનિયર એડવોકેટની મધ્યસ્થીની મદદથી બંને પક્ષનું તાકીદે સમાધાન કરાવવા અનુરોધ કર્યો હતો તેમજ તેમના આવા અભિગમને સારી સફળતા મળી છે. બાર એસોસિએશનના પ્રમુખ બકુલભાઇ રાજાણીએ પણ ડીસ્ટ્રીક એન્ડ સેશન્સ જજ ગીતા ગોપીના અભિગમને બિરદાવી બાર એસોસિએશન દ્વારા તેમના હકારાત્મક અભિગને સમર્થન આપી વધુને વધુ સફળ રહે તે માટે સતત પ્રયત્નસીલ રહેવાની ખાતરી આપી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.