Abtak Media Google News

રાજકોટ જિલ્લા પંચાયત પ્રમુખ ભુપતભાઈ બોદરે લાપાસરી, ખોખડદડ, લોઠડા, ભાયાસર અને કાથરોટા ગામોની મુલાકાત લીધેલ હતી. આ મુલાકાતનો હેતુ ગામના તમામ પ્રશ્ર્નોનો સ્થળ પર જ નિકાલ લાવીને ગામનો સર્વાંગી વિકાસ કરવાનો છે.

આ કાર્યક્રમને સફળ બનાવવા માટે રાજકોટ ગ્રામ્યના ધારાસભ્ય લાખાભાઈ સાગઠીયા સાથે રાજકોટ જિલ્લા પંચાયતના શાખાના અધિકારીઓ, કર્મચારીઓ હિસાબી અધિકારી રા.ડી.ભુવા તાલુકા વિકાસ અધિકારી પી.સી.પરમાર અધિક મદદનીશ ઈજનેર અજયભાઈ માલકીયા, જિલ્લા પંચાયત સબ ડીવીઝનના ઈજનેર પૂજાબેન પટેલ, વિસ્તરણ અધિકારી કે.બી. જાડેજા અને મનરેગાના મયુર ગેરેયા વગેરે પ્રશ્ર્નોના સ્થળ પર જ નિકાલ માટે ખાસ હાજર રહેલ હતા અને તમામ પ્રશ્ર્નો હલ કરવામા માટે પ્રમુખ ભુપતભાઈ બોદર દ્વારા જરૂરી કાર્યવાહી કરવા સૂચનાઓ આપવામાં આવી હતી. આ ઉપરાંત તમામ સરપંચ અને ગ્રામજનોની રજૂઆતને ધ્યાનમાં લઈને નવા કામોનું પણ આયોજન પણ કરવામાં આવ્યું હતુ. આ ઉપરાંત હાલની કોવીડની પરિસ્થિતિને ધ્યાનમાં લઈને પાંચ ગામોને સંપૂર્ણ પણે સેનેટાઈઝ કરવામાં આવ્યા હતા. જેગામ લોકોએ ખૂબજ વધાવ્યું હતુ.

જેમાં લાપાસરી ખાતે વિવિધ યોજનાકીય કામો અંગેની સવિસ્તાર ચર્ચા કરવામાં આવેલી હતી જેમાં તાલુકા ભાજપ પ્રમુખ બાબુભાઈ નસીત, સરપંચ લાભુભાઈ જલુ, માજી સરપંચ ધીરૂભા ભટ્ટી, ગઢકા સરપંચ કેયુરભાઈ ઢોલરીયા, આરોગ્ય અધિકારી હિરેનભાઈ ડાંગર,ગ્રામ સેવક રણજીતભાઈ માલકીયા, તલાટી મંત્રી ચિરાગભાઈ ગેરેયા, આચાર્ય ભાવેશભાઈ સાવલીયા, આંગણવાડી વર્કર નીતાબેન રાઠોડ, ભરતભાઈ મકવાણા, કુલદીપભાઈ ભટ્ટી, અનુભા ડાભી, બહાદૂરસિંહ ભટ્ટી, અશ્ર્વીનસિંહ હિતેશભાઈ બરાળીયા, અજયભાઈ જલુ, અમરસિંહભાઈ ભટ્ટી, દોલતસિંહ ગોહિલ કનકસિંહ ગોહિલ, પરેશભાઈ કોરાટ, શામભાઈ કોરાટ, ગજેન્દ્રસિંહ ચૌહાણ, વિજયભાઈ દેસાઈ, રસીકભાઈ ખૂંટ, ઉમેશભાઈ વસાણી, પારસભાઈ વસાણી, મોહિતભાઈ વગેરે હાજર રહીને કાર્યક્રમને સફળ બનાવવા મહેનત કરી હતી આઉપરાંત ગામને સંપૂર્ણ પણે સેનેટાઈઝ કરવામાં આવ્યું હતુ જે ગામ લોકોએ ખૂબજ વધાવ્યું હતુ.

તેમજ ખોખડદડ ગામ ખાતે કોવિડને લઈને સાવચેતીપૂર્વક વર્તવા અનેગામના અનેક કામો અંગેની સવિસ્તાર ચર્ચા કરવામાં આવેલી હતી. જેમાં તલાટી મંત્રી રાજુભાઈ વગેરે હાજર રહીને કાર્યક્રમને સફળ બનાવવા મહેનત કરી હતી. તેમજ લોઠડા ગામના સર્વાંગી વિકાસ માટે ગ્રામજનો અને આગેવાનો સાથે લંબાણપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.