Abtak Media Google News

જિલ્લાને કોરોનામુક્ત કરવાનું અભિયાન

તબીબોને અમૃતપેય ઉકાળાઓ અને આર્સોનિક આલ્બમ-૩૦ના પેકેટોની કિટ અપાઈ, જે કિટ તબીબો પોતાની ક્લિનિકમાં આવતા દરેક દર્દીઓને વિનામૂલ્યે આપશે

કોરોના સામે સાવચેતી એજ સલામતી છે. આ બાબતને ધ્યાને લઇને આજરોજ રાજકોટ સ્થીત મવડી ચોક પાસે આવેલ ખાનગી કિલનીક ખાતે ગુજરાત સરકારના આયુષ વિભાગના સહયોગથી ખાનગી ડોકટર્સ એશોસીએશનના દ્વારા આયુષ મંત્રાલય દ્વારા વિનામુલ્યે વિતરણ કરવા માટે આયુર્વેદિક ઉકાળાઓ અને હોમીયોપેથિક દવા આર્સોનિક આલ્બમ-૩૦ ના પેકેટ આપવાનો કાર્યક્રમ યોજાયો હતો.  જેમાં આયુષ વિભાગના નિયામક ભાવનાબેન પટેલની ખાસ ઉપસ્થિતિ રહી હતી.

20200908 113002

મવડી ડોકટર્સ એશોસીએશનના ફાઉન્ડર અને પ્રમુખ ડો. ભરત વેકરીયાએ કોરોના સંક્રમણને અટકાવવા માટે હરહંમેશ તમામ સભ્ય ડોકટરો  પ્રતિબધ્ધ હોવાનું જણાવતા વધુમાં ઉમેર્યું હતું કે હાલ રાજકોટ અને આસપાસના વિસ્તારોમાં કાર્યરત  ૯ એસોસીશનમાં કુલ મળીને ૧૧૦૦ થી વધુ ખાનગી પ્રેકટીશનરો જોડાયેલા છે. અગ્ર સચિવ  જયંતી રવી અને મ્યુનિસિપલ કમિશ્નર ઉદીત અગ્રવાલ સાથે આ તમામ ડોકટરોના સહયોગ માટે મળેલી એાસેસીએશના હોદેદારોની બેઠક અન્વયે આ કાર્યક્રમ યોજાયો છે. આ તમામ ડોકટરો કોરોના સામેના  ફ્રન્ટલાઇન યોધ્ધાઓ છે. કેમકે કોઇપણ દર્દી સૌ પ્રથમ ખાનગી ફેમીલી ડોકટરોનો સંપર્ક કરતા હોવાથી તેઓનો વિશ્વાસ સંપાદિત કરેલ હોય છે. જેનો સદઉપયેાગ કરી કોરોના રોક થામ માટે તેમનો સહયોગ મેળવાય તે મહત્વપૂર્ણ બાબત છે. આ તકે અમે સૌ ડોકટરો પ્રતિબધ્ધ છીએ કે કોરોનાના સંક્રમણને અટકાવવા અમારી તમામ શક્તિઓનો ઉપયોગ લોકોના સ્વાસ્થ્યની સુરક્ષા અર્થે કરીશું.

20200908 112453

આ તકે આયુષ વિભાગના  નિયામક ભાવનાબેનના હસ્તે ખાનગી પ્રેકટીશન ડોકટરોને અમૃતપેય ઉકાળાઓ અને આર્સોનિક આલ્બમ-૩૦ ના પેકેટોનું વિતરણ કરાયું હતું. કાર્યક્રમમાં ખાનગી ડોકટર્સ એસોસીએશનના હોદેદારો અને સભ્ય ડોકટરો ઉપસ્થતી રહયા હતા.

તબીબો દર્દીઓને આ કિટ આપી કોરોનાનું સંક્રમણ અટકાવશે: ભાવનાબેન પટેલ

20200908 111514

આ પ્રસંગે આયૂષ વિભાગના નિયામક ભાવનાબેન પટેલે વિગતો આપતા જણાવ્યું હતું કે રાજકોટ અને આસપાસના વિસ્તારોમાં કોરોનાની રોક થામ માટે વિભાગ દ્વારા તૈયાર કરાયેલ અમૃતપેય ઉકાળાઓ જેમાં પથ્યાદીકવાથ, દશમુલકવાથ તથા ગુડુચ્યાદી કવાથનો સામાવેશ થાય છે તેના પેકેટનો જથ્થો સાથે હોમીયોપેથીક દવા આર્સોનિક આલ્બમ-૩૦ ના પેકેટોને ખાનગી પ્રેકટીસ કરતા સભ્ય ડોકટરો દ્વારા વિનામૂલ્યે વિતરણ માટે આપવામાં આવેલ છે. જે તેઓ તેમની કિલીનીક ખાતે આવતા દર્દીઓને વિતરીત કરી આખા કુટુંબને કોરોના સામે રોગ પ્રતિકારક શક્તિ વધારવાના પ્રયાસોમાં સહયોગી બનશે. વધુમાં તેઓએ જણાવ્યું કે બધા જ તબીબોએ પોતાની ક્લિનિકમાં આ ઉકાળા, દવા રાખે અને દર્દીઓને વિતરણ કરે. લોકો વારંવાર ગરમ પાણી પીવાની આદત રાખે. હળવદ વાળું દૂધ પીવે. તજ, તુલસી અને મરીનો ઉકાળો આરોગે. નાકમાં ગાયના ઘીના ટીપાં નાખે. અજમો, ફૂદીનો નાખીને ગરમ પાણીનો નાશ લ્યે. આવું કરવાથી તેઓ સ્વસ્થ રહી શકશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.