Abtak Media Google News

કોલેજીયમની મળેલી બેઠકમાં હાઈકોર્ટના ન્યાયમૂર્તિ માટે કેન્દ્ર સરકારને મોકલાવેલી યાદી બાદ ‘અબતક’ સાથે જજ ગીતા ગોપીની વાતચીત

રાજકોટ ડિસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજ કુમારી ગીતા ગોપી સહિત રાજ્યના ચાર મુખ્ય ન્યાયાધીશની કોલેજીયમ દ્વારા ભારત સરકારને હાઈકોર્ટના ન્યાયાધીશ તરીકે બઢતી આપવા ભલામણ કરવામાં આવી છે. પ્રાપ્ત વિગત મુજબ સુપ્રીમ કોર્ટની કોલેજીયમ સીસ્ટમ દ્વારા હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોની બઢતી બાદ નિમણૂંક આપવામાં આવે છે.  જે બાદ ‘અબતક’ની ટીમ સાથે જજ ગીતા ગોપીએ શુભેચ્છા મૂલાકાત દરમિયાન વાતચીત કરી જૂની યાદો વાગોળી હતી. ગઈકાલે રાજકોટ ડિસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજ ગીતા ગોપી સહિત રાજ્યના ચાર મુખ્ય ન્યાયાધીશોની કોલેજીયમ દ્વારા ભારત સરકારને હાઈકોર્ટના ન્યાયધીશ તરીકે બઢતી આપવા ભલામણ કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટની કોલેજીયમ સીસ્ટમ દ્વારા હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના ન્યાયધીશોની બઢતી બાદ નિમણૂંક આપવામાં આવે છે.

Dsc 0716કોલેજીયમ સીસ્ટમની મળેલી બેઠકમાં રાજકોટના ડિસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજ ગીતા ગોપી રાજકોટ ખાતે ફરજ બજાવી ગયેલા અને હાલ ગાંધીનગર ખાતે પ્રિન્સીપાલ જજ આઈ.જે.વોરા, રાજકોટ ખાતે અધિક સેશન્સ જજ તરીકે ફરજ બજાવી ચૂકેલા અને હાલ વડોદરા ખાતે ડિસ્ટ્રીકટ જજ અશોક જોશી અને જામનગર ફરજ બજાવી ચૂકેલ અને હાલ આણંદ ખાતે ડિસ્ટ્રીકટ જજ રાજેન્દ્ર એમ.સરીનની હાઈકોર્ટના ન્યાયધીશ તરીકે બઢતી માટે કેન્દ્ર સરકારને ભલામણ કરવામાં આવી છે. હાઈકોર્ટના ન્યાયમૂર્તિ માટે કેન્દ્ર સરકારે મોકલાવેલ યાદીમાં રાજકોટ ડિસ્ટ્રીકટ એન્ડ સેશન્સ ગીતા ગોપીનું નામ યાદીમાં સમાવવામાં આવ્યું હોય જેથી ‘અબતક’ સાથેની વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, તેમના રાજકોટ ખાતે ખુબ સારા અનુભવો રહ્યાં છે. અહીં મીડીયા તરફથી પણ તેમને ખુબજ સારો સહયોગ મળ્યો છે. ત્યારે તેમને ખાસ ‘અબતક’ની પ્રશંસા કરતા કહ્યું હતું કે, ‘અબતક’ હરહંમેશ માટે અમારી સાથે રહ્યું છે તેમજ દરેક બાબતમાં સહયોગ આપ્યો છે તે બદલ ‘અબતક’ મીડિયાની પ્રશંસા કરી હતી. ઉપરાંત તેમણે ખરા ર્અમાં ‘અબતક’ ચોથી જાગીરની ભૂમિકા ભજવતું પોતિકુ અખબાર હોવાનું જણાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.