Abtak Media Google News

ઘરના રસોડમાં વપરાતુ લીંબુ એક સમયમાં એન્શીયન્ટ રોમનમાં  પ્રતિષ્ઠાનું પ્રતિક ગણાતું હતું. એ માનવામાં ન પણ આવે પરંતુ આ એક હકીકત છે કે લીંબુ રોમનનું પ્રથમ ફળ હતું. એક અભ્યાસ પ્રમાણે ઇસુના સમય દરમિયાન તેઓ ભુમધ્ય પ્રદેશમાં આવનારા પ્રથમ ફળો હતા. ઇઝરાયેલમાં ટેલ અવિવ યુનિવર્સિટીનાં સશોધકોએ અભ્યાસ માટે પ્રાચીન ગ્રંથો, કલા, શિલ્પકૃતિઓ જેમકે પરાગ અનાજ, ચારકોલ બીજનો પણ સંગ્રહ કરેલો છે.

પહેલી સદી એડી, પ્રાચીન રોમેનિયન્સ પાસે ફક્ત લીંબુ હતા અને આ લીંબુ ઓછી માત્રામાં હોવાથી મોંઘા વેચાતા હતા જેનો તેઓ અલગ અલગ  ઉ૫યોગ લેતા માટે જ લીંબુ ગુણકારી તો છે જ પરંતુ તેમના માટે લીંબુ પુજનીય પણ છે. કારણ કે ભૂમધ્યમાં આવવાં માટે સિન્ટ્રન્સ અને લીંબુ પ્રથમ ખાંટા ફળોમાં આવતુ હતું. લીંબુ બાદ તો અન્ય ઘણાં સાઇટ્રીક ફળો બજારમાં આવતાં થયા હતા. ત્યારબાદ રસદાર લીંબુ એક પ્રિય પીણામાં ક્ધવર્ટ કરી દેવામાં આવ્યું જે વિટામિન સી થી ભરપૂર છે. રોમન ફોરમમાં પ્રથમ લીંબુનું અવશેષ છે લીંબુમાં ઘણા હિલિંગ ગુણોનો સમાવેશ થાય છે તેની હિલિંગ પાવર, સુખદ ગંધ અને વિટામી સી, તરલતાંને લઇ તે ફળ સંશોધનકારીઓ દ્વારા મુલ્યવાન ગણવામાં આવે છે. તે સમયમાં ફક્ત સમૃદ્વ લોકો જ તેનો લાભ લઇ શકતા હતા. ત્યાર બાદ ૧૦મી સદી AD માં સંસિબી અને ઇબેરીયન દ્વીપકલ્પ નારંગી અને પામેલો રજુ કરવામાં આવ્યા તેવું ‘લેંગગટ’ એક સંસોધકે જણાવ્યું હતું. જોકે મુસ્લિમ વેપારીઓએ ઉત્તરી અફ્રિકા અને દક્ષિણ યુરોપમાં ખેતી ઉદ્યોગ વધારવામાં અથાક પ્રયત્નો કર્યા હતા. તેમનાં આ લીંબુ સાથે જોડાયેલા અભ્યાસને તેમણે  હોર્ટસાઇન્સ જર્નલમાં પ્રકાશિત કર્યુ હતું. તો છે ને રસપ્રદ આ લીંબુનો ઇતિહાસ….

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.