Abtak Media Google News

હસવું એ સ્વાસ્થ્ય માટે ઘણુ સારૂ છે. આજકાલના યુવાનો સેલ્ફી કે ફોટોમાં પોતાની સ્માઇલ આપવાનું ભુલતા નથી. પરંતુ એક સમય એવો હતો જ્યારે લોકો ફોટો પાડતા સમયે હસતા નહી, ૧૯મી અને ૨૦મી સદીની શ‚આત કરીએ તો આ સમયમાં લોકો ફોટા સમયે હસતા જ નહી .લગ્ન જેવા ખુશીના માહોલમાં પણ લોકો ઉદાસ પુરુ અને દુ:ખી ચહેરા સાથે ફોટો ખીંચાવતા  હતા શું તમે જાણો આ લોકો આવું શા માટે કરે છે ? આ વિષય પર ઘણા લોકોએ રીસર્ચ કર્યુ અને ઘણા બધા કારણો બતાવ્યા તો ચાલો જાણીએ….

૧- ટેકનોલોજીનો દોષ

૧૯મી સદીના સમયના કેમેરા ફોટા પાડવા માટે ઘણો લાંબો સમય લેતા હતા તે સમયે ફોટો પાડવા માટે ૮ થી ૧૦ મિનિટ લાગતી હતી. આ માટે લોકોને હલ્યાવગર એમ જ રહેવા માટે કહેવામાં આવતું હતું. દુનિયાનો સૌથી પહેલો ફોટો ૧૮૨૦માં આવ્યો હતો. આ સમયે ફોટો પાડવા માટે ઘણો સમય લાગતો એટલે ત્યાં સુધી સ્માઇલ કરવી કે હસવું થોડું મુશ્કેલ હતું.

જ્યારે કેમેરા ન હતા ત્યારે લોકો પોતાની પેન્ટીંગ બનાવતા હતા. પેન્ટીંગ બનાવતા સમયે કલાકો સુધી તેમણે એક જ પોઝીશનમાં બેસી રહેવું પડતું હતું. આથી કલાકો સુધી સ્માઇલ કરવી પણ મુશ્કેલ ભર્યુ હતું.

એક સમયે હસવું એ બેવકુફી ભર્યુ કામ ગણાતું હતું. આથી લોકો ફોટામાં હસવાનું ટાળતા હતા.

લોકોને ફોટો  પાડતા સમયે સ્માઇલ કરતા શીખડવા માટે ૧૦૦ વર્ષ લાગી ગયા. એક એ પણ કારણ છે કે ત્યારના લોકોને ડેન્ટલ પ્રોબ્લેમ પણ વધુ થાતી આથી લોકો હસવાનું ટાળતા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.