Abtak Media Google News

તમે તમારા વાળને ગમે એટલી સારી રીતે સાચવતા હોય પરંતુ સ્કેલ્પ પર અલગ-અલગ પ્રકારના પ્રોડક્ટના ઉપયોગથી તેનું કેમીકલ જામ થાય જ છે તેનાથી માથાની ત્વચામાં ખંજવાળ આવવાની શરુઆત થાય છે તે સાથે જ વાળમાં રુખા પણ અને વાળ ખરવાનું પણ થઇ જાય છે.

માત્ર સ્ટાઇલીંગ પ્રોડક્ટ  જ નહિં પરંતુ શેમ્પુ અને કંડીશ્નર પણ વાળોમાં ગંદકી જમા કરે છે આથી આ ગંદકીને દુર કરવા માટે નીચેના ઉપાયો કરો….

એપ્પલ સાઇડર વેનીગર

વાળને શેમ્પુથી ધોયા બાદ એપ્પલ સાઇડર વેનીગર અને ૧ ચમચીથી પાણી મેળવીને વાળમાં લગાવો. આનાથી તમારા વાળ હમેંશા સ્વસ્થ અને ચમકીલા બની રહેશે.

કલેરીફાઇંગ શેમ્પુ

આ પ્રકારના શેમ્પુમાં માત્ર મોશ્ર્ચરાઇઝર જ હોય છે જે વાળને શાઇન કરે છે અને કોમળ બનાવે છે પરંતુ આ શેમ્પુને તમે મહિનામાં એક જ વાર લગાવી શકો છો. આ શેમ્પુનો વધુ ઉપયોગ તમારા વાળને ડેમેજ અને નુકશાન પહોંચાડી શકે છે.

 લીંબુનો રસ

જો તમારા વાળ વધુ પડતા શુઢક થઇ ગયા હોય તો લીંબુનો રસ પાણી સાથે મીક્સ કરીને વાળમાં ૧૦ મીનીટ સુધી લગાવીને રાખો ત્યાર બાદ શેમ્પુ લગાવો આમ કરવાથી તમારા વાળને ફાયદો થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.