Abtak Media Google News

આજની લાઈફસ્ટાઈલમાં ભોજનમાં અનિયમિતતા, ભાગદોડવાળું જીવન, રોજ સવારે તમારી માટે મુશ્કેલીઓ ઉભી કરી શકે છે. કબજીયાતથી મોટી ઉમ્રના માણસો જ નહીં, પરંતુ યુવાનો અને બાળકો પણ પરેશાન રહે છે પરંતુ જો તમે થોડીક સાવધાની રાખો, તો ચોક્કસથી આ પીડામાંથી છુટકારો મેળવી શકો છો. કબજિયાતના કારણે શરીરમાં ગેસ, એસિડિટી, પેટનો દુખાવો અને બળતરા જેવી અનેક સમસ્યાઓ સર્જાતી હોય છે. જેથી આજે અમે તેને દૂર કરવાના ઘરેલૂં ઉપાયો બતાવી રહ્યા છીએ.

  1. આમળા:

આમળાના રસથી વીટામીન સી મળે છે કે જે રોગપ્રતિકારક શક્તિમાં વઘારો કરે છે. વહેલી સવારે ગરમ પાણીમાં 30એમ. એલ આમળાનો રસ ભેળવીને પીવાથી કબજિયાતથી છૂટકારો મળે છે અને પાચનતંત્ર સારુ બને છે.તમે દરરોજ સવારે ખાલી પેટ ગરમ પાણીમાં 2 આમળા ઉકાળી શકો છો અથવા બાફેલ આમળાનું સેવન કરી શકો છો.આ સિવાય તમે આમળાનું જ્યૂસ બનાવીને પી શકો છો.તમે દિવસમાં 2-3 વખત મધ સાથે 1 ચમચી આમળા પાવડરનું સેવન કરી શકો છો.તેનાથી તમારું પાચનતંત્ર સ્વસ્થ રહેશે અને તમને કબજિયાત જેવી સમસ્યાથી છુટકારો મળશે.

  1. શણના બીજ

શણના બીજ પ્રોટીન, પોટેશિયમ અને ફાઇબરથી ભરપૂર છે. શણના બીજ ઓમેગા 3 થી ભરપૂર છે. ઓમેગા 3 કે જે હરદયના રોગ તેમજ પ્રતિકારક શક્તિ વધારે છે આ સાથે તેમાં રેસાની માત્રા પણ ખૂબ જ સારી હોય છે જેથી કરીને પાચન ક્રિયા વધે છે. શણના બી ને દડીને તેને ફ્રીઝરમાં પણ લાંબા સમય માટે રાખી શકાય છે શણના બીજ રોજ સવારે દહીં સાથે અથવા તો પાણીમાં એક ચમચી જેટલું લેવું જોઈએ તેમજ રોજિંદા કાચા સલાડમાં પણ શણના બી નો ભૂકો ભભરાવીને ખાઈ શકાય છે ફક્ત એક ચમચી શણના બી ના રોજિંદા વપરાશથી ખૂબ જ ચમત્કારિક પરિણામ મળે છે

  1. પ્રૂન્સ

પ્રૂન્સ એટલે સૂકા આલુ બદામ. અત્યંત ગુણકારી અને સ્વાદિષ્ટ પણ હોય છે. પ્રૂન્સ શોપિંગ મોલ કે બજારમાંથી આસાનીથી મળી રહે છે કે જેના પેકેટને ફ્રીજમાં લાંબા સમય સુધી રાખી શકીએ છીએ. જો તમને લાંબા સમયથી કબજિયાતની સમસ્યા હોય તો દિવસમાં બે વખત બે થી ત્રણ જેટલા પ્રૂન્સ ખાવા જોઈએ સ્વાદમાં મીઠા હોય છે અને તેની અંદર સુગર પણ રહેલું છે એટલે જો તમે ડાયાબિટીસ કે કોઈ તેવા રોગથી પીડાતા હો તો પ્રૂન્સનું સેવન ન કરવું જોઈએ.

  1. ખોપરેલ અને ઘી

ચયાપચયની ક્રિયા સુધારવા માટે ટોપરાનું તેલ અને ઘી ખુબ જ ગુણકારી છે. નાળિયેરનું તેલ અને ઘી આતરડા સાફ કરવામાં ખૂબ જ ગુણકારી છે કે જે કબજિયાતને દૂર કરે છે તેની અંદર આઈસોલેટેડ ફેટી એસિડ નું પ્રમાણ હોય છે કે જે પાચન તંત્ર સારું કરે છે ખાસ કરીને સવારની કોફી કે દૂધમાં જો ઘી ઉમેરીને પીવામાં આવે તો તે ખૂબ જ ગુણકારી સાબિત થાય છે દરરોજ એક થી બે ચમચી જેટલું ઘી કે કાચું નાળિયેરનું તેલ શરીરના સાંધા માટે અતિ આવશ્યક છે.

5.રેસા વાળો ખોરાક

ફાઇબર એટલેકે રેસા વાળો ખોરાક શરીરના ચયાપચયની ક્રિયાને સુધારવા માટે અત્યંત આવશ્યક છે આપણા શરીરમાં આપણે ખોરાક સ્વરૂપે કેટલો બધો કચરો ઠાલવતા હોઈએ છીએ ત્યારે રિસાવાળો ખોરાક પેટને સાફ કરવામાં મદદરૂપ થાય છે રેસા ના બે પ્રકાર છે સોલેબલ ફાઇબર અને ઇનસોલેબલ ફાઇબર. સોલેબલ ફાઇબર આપણને ઓટ બાજરી સુકો મેવો દાળ અને અમુક ફળો તેમજ શાકભાજીમાંથી પણ મળે છે જ્યારે ઇન્સોલેબલ ફાઇબર ઘઉં તેમજ પાલક અને બ્રોકલી જેવા શાકભાજી માંથી મળે છે રોજ નિયમિતપણે રેસા વાળો ખોરાક ખાવાથી ફક્ત કબજિયાત જ નથી દૂર થતું પરંતુ પાચનતંત્ર પણ મજબૂત થાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.