Abtak Media Google News

સવારમાં ઉઠીએ એટલે ચા તો જોઇએ જ. કારણ કે તે આપણુ કિક-અપ સ્ટાર્ટર બની ચુક્યુ છે પરંતુ તમે ક્યારેય ચીઝી ચાય ટ્રાય કરી છે ? જે ઇન્ટરનેજ્ઞ પર ધુમ મચાવી રહી છે. તુર્કી પ્રોજેક્ટ કોલોની દિલ્હી દ્વારા આ ચીઝી ટી બનાવવામાં આવી છે. જેનો ટે્રન્ડ ચીન, મેલેશીયા અને તાઇવાનથી શરુ થઇ હવે ભારતીય ચાના રસીયાઓને મોહવા આવ્યો છે હવે ચીઝી ટી ચાના શોખીનોને કેવી લાગશે તે તો હવે ચાખીને જ ખ્યાલ આવશે ચીઝ ટી વિશે વાત કરવામાં આવે તો જ તેમાં કોલ્ટ બ્રુ બેઝ આપવામાં આવે છે અને ઉપર ટોપિંગમાં ચીઝ ક્રિમ રાખવામાં આવે છે.

જે વિવિધ ફ્લેવર્સમાં પણ ઉપલબ્ધ છે આ પીણામાં ફિણેલુ ક્રિમ, દૂધ અને ચીઝ ક્રીમ હોય છે તો તેનો સ્વાદ સોલ્ટી અને સ્વીટ હોય છે. તુર્કીના પ્રોજેક્ટમાં સ્ટ્રોબરી, બબલ ગમ અને ચેરી એમ ત્રણ ફ્લેવર્સમાં ચીઝી ટી બનાવવામાં આવી હતી ત્યારે અવનવ પીણાંના શોખીનો માટે આ એક સારી બાબત છે કે આ ચા ટી વીથ ફ્યુઝન છે એને સાંભળીને જ એક સીપ લેવાનું તો મન થઇ જ જાય છે.  અને આ ટી ચીઝ અને ચાનુ પરફેક્ટ ફ્યુઝન છે. કારણ કે ફુડમાં અલગ-અલગ ટે્રન્ડર્સ આવતા જ રહેતા હોય છે. માટે ફ્યુઝન ચીઝી ટી તમારે પણ ટ્રાય કરવી જોઇએ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.