Abtak Media Google News

દુનિયામાં સમુદરો અને અનેક તળાવો આવેલા છે, જેનું પાણી રંગીન છે. જેને જોઈને તમને એવું લાગે કે જાણે તેમાં રંગ ભેળવ્યો હોય. પરંતુ એ પાણી પ્રકૃતિની અદ્ભુત કમાલ છે. તમને જણાવી કે એ તળાવ ઓસ્ટ્રેલીયામાં આવેલું છે અને તેનું નામ હિલર લેક છે જેની ખૂબી તેનું ગુલાબી રંગનું પાણી છે.જેના માટે આ તળાવ ખૂબ પ્રખ્યાત પણ છે.

આમ જોઈએ તો ઓસ્ટ્રેલીયામાં એવી ઘણી જગ્યાઓ આવેલી છે જે ખાસહ હોય અને પર્યટકોને આકર્ષિત પણ કરતી હોય. પરંતુ હિલર લેક હૂબ પ્રખ્યાત જગ્યા છે આ તળાવ અન્ય તળાવની સરખામણી નાનું છે અને તેનું ક્ષેત્રફળ માત્ર 600મીટરનું જ છે. આ તળાવની ફરતે પેપરબાર્ક અને નિલગીરીના ઝાડ આવેલા છે હિલર લેકનો ગુલાબી રંગ હોવા પછાડનું મુખ્ય કારણ એલ્ગી અને બેક્ટેરિયા છે, જે કોઈ પણ પ્રકારનું નુકશાન નથી પહોચાડતા. આ ઉપરાંત લેકમાં મીથાણું પ્રમાણ પણ છે, છતાં પણ તરવૈયાઓ માટે આ તળાવ સુરક્ષિત છે. પોતાની આ ખાશીયત માટે આ તળાવ દેશ વિદેશના પર્યટકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.