Abtak Media Google News

આ ભારતીય ફિલ્મ હોલિવુડની ફિલ્મોને પણ ટક્કર આપશે

ભારતીય ફિલ્મોના ઇતિહાસમાં આજ સુધી અંતરીક્ષ આધારીત કોઇ ફિલ્મ બની નથી. જોકે તાજેતરમાં ભારતમાં પહેલી ઈન્ડીયન સ્પેસ મૂવી બનવા જઇ રહી છે. આ ફિલ્મ હોલિવુડ ફિલ્મોને પણ ટક્કર આપી શકશે. તાજેતરમાં જ આ ફિલ્મનું શુટીંગ પુરુ થયુ છે. ઈન્ડીયન ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં અંતરીક્ષ આધારીત બની રહેલી આ ફિલ્મનું નામ ‘ટીક ટીક ટીક’ રાખવામાં આવ્યું છે અને આ એક તમિલ ફિલ્મ છે. જે આ વર્ષના ડીસેમ્બર મહીનામાં રીલીજ થઇ શકે છે.આ ફિલ્મમાં સુપરસ્ટાર જયમ રવિ લીડ મુખ્ય ભુમિકામાં નજરે પડશે. ફિલ્મના રાઇટર અને ડાયરેક્ટર શકિત સુંદર રાજન આ ફિલ્મને પહેલી ‘સ્પેસ મૂવી’ ગણાવી રહ્યાં છે. આ સાથે ફિલ્મમાં આરોન અજીજ, નિવેતા પેથુરાજ પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મમાં અંતરીક્ષની અંદર એક્શન સિક્વેંસ બતાવવામાં આવશે. ફિલ્મનુ બજેટ પણ ઘણુ મોટુ છે અને આ અંતરીક્ષ ફિલ્મ બનાવાની કોશિશ ભારતીય ફિલ્મ ઉધોગમાં કરવામાં આવી છે

Advertisement

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.