Abtak Media Google News

માણસ માટે પીવાનું પાણીએ ખૂબ મહત્વનું છે. માણસ ખોરાક વગર હજુ પણ ઘણા સમય સુધી જીવી શકે. પરંતુ પાણી વગર તો તે ૨-૩ દિવસથી વધુ રહી જ ન શકે. તમે જાણતા જ હશો કે જ્યારે પણ તમે તરસ અનુભવો ત્યારે ઠંડા પાણીનો એક ગ્લાસ એ કોઇ પણ ચા, કોફી કે સોડા કરતાં વધુ અસરકારક રીતે તરસ છીપાવે છે. તેમ છતાં ઘણી વખત આપણે જોઇએ તેટલું પાણી પીવાનું રાખતા હોતા નથી. જેને કારણે આપડું શરીર તેનો પ્રતિસાદ આપવાનું શરુ કરી દે છે.

શરીરને પૂરતા પ્રમાણમાં પાણી ન મળવાથી નીચેના લક્ષણો જોવા મળી શકે છે.

– માથું દુ:ખવું :

ડિહાઇડ્રેશનમાં પ્રાથમિક નિશાની માથાનો  દુ:ખાવો છે. શરીર આ પાણીની અછત લોહીમાંથી લઇને સરભર કરે છે, જે આપણા મગજમાં ઓક્સિજનને અસર કરે છે અને તેનાથી માથાનો દુખાવો ઉત્પન્ન થાય છે. આથી હવે જ્યારે માથામાં દુખાવો થાય ત્યારે એસ્પિરિન લેવાને બદલે એક ગ્લાસ પાણી પીવું જોઇએ.

– મોઢું, ચામડી અને આંખ શુષ્ક થઇ જવી……

ડિહાઇડ્રેશનને કારણે મોઢું શુષ્ક બને છે. અને તેવામાં કોફી કે સોડા પીવાથી વધુ ડિહાઇડ્રેશન થઇ શકે છે. ડિહાઇડ્રેશનથી ચામડી અને આંખોમાં શુષ્કતા આવી જાય છે.

– ઘેરા કલરનો પેશાબ :

જો તમારે પેશાબ ઘેરા રંગનો આવતો હોય તો તે એવું સૂચવે છે કે તમે પૂરતા પ્રમાણમાં પાણી પીતા નથી. આથી તમારે તરત જ પાણી પીવાનું વધારી દેવું જોઇએ.

– બિનજરુરી ભૂખ સતાવવી :

એવું બની શકે છે કે જ્યારે તમારા શરીરમાં પાણી ઓછું હોય ત્યારે તમને કારણ વગરની ભૂખ લાગી શકે છે, જો તમે કલાક પહેલા જ જમ્યા હોય તેમ છતાં ભૂખ લાગી જાય તો એ વિચિત્ર ગણાય. આથી આવું થાય તો પહેલાં પાણી પીવા જઓ અને તપાસી જુઓ કે આ પાણીની તરસ હતી કે ભૂખ…

– પાચનમાં સમસ્યાઓ :

જો તમે ઝાડા અથવાા ઉબકા અનુભવો છો તો તેની પાછળ ડિહાઇડ્રેશન કારણભૂત હોય શકે છે. તેની સાથે કબજીયાત પણ રહેશે કેમ કે શરીર તેની પાસે રહેલું પાણી જાળવી રાખવા માગશે.

– વજન વધવું :

જે લોકો વજન ઉતારવા માગતા હોય છે તેમને વધુને વધુ પાણી પીવા માટે સૂચન આપવામાં આવતું હોય છે. જો શરીરને પૂરતું પાણી ન મળે તો તે તેની પાસે રહેલા પાણી પર જ ટકવાની કોશિક કરે છે. જેને કારણે વજનમાં વધારો થાય ે.

– સાંધામાં દુખાવો :

આપણા શરીરના સાંધાઓને લ્યુબ્રિકેટ રહેવા અને યોગ્ય રીતે કામ કરતા રહેવા માટે સારા પ્રમાણમાં પાણીની માત્રા જરુરી છે. તમારી હલનચલનની આઘાતને શોષિત કરવા કરોડરજ્જુ વચ્ચેના કુશનને પાણીની જરુર રહે છે વધુ પાણી પીવાથી સાંધાનો દુખાવો દૂર તો નહીં થાય પરંતુ નુકશાન પણ પહોંચાડશે નહિં.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.