Abtak Media Google News

મલાઈ જેટલી તંદુરસ્તી માટે ફાયદાકારક હોય છે, તેટલી જ ત્વચા માટે જરૂરી પણ હોય છે. મલાઈમાં ભરપૂર માત્રામાં પ્રોટીન હોય છે, જે ત્વચાને ચમકદાર બનાવે છે. સાથે જ ફોલ્લીઓથી મુક્તિ અપાવે છે.

Advertisement

હળદર સૌથી સસ્તું અને અસરકારક બોડી સ્ક્રબ છે. એન્ટીસેપ્ટિક ગુણોથી ભરપૂર હળદરમાં કરક્યૂમીન નામનું તત્વ મળી આવે છે. તેમાં હાજર થયલો પીગમેન્ટ ત્વચાને નિખારવાનું કામ કરે છે. હળદરમાં એન્ટી ઓક્સીડેન્ટ પણ હોય છે, જે ત્વચાને ફ્રી રેડિકલ્સમાં આક્રમણથી સુરક્ષિત રાખવાનું કામ કરે છે.

અરોમા થેરાપી માટે સૌથી ઉપયોગી માનવામાં આવતા ગુલાબજળમાં એસ્ટ્રીજેન્ટ હોય છે, જે સ્કીન ટોનરનું કામ કરે છે. દરરોજ તેનો ઉપયોગ કરવાથી ચહેરાની કરચલીઓ ઓછી થઇ જાય છે અને ત્વચા યૂથફુલ બની જાય છે.

કેસરમાં લાઈટનીંગ એજન્ટ રહેલા હોય છે, જે ત્વચાનો રંગ નિખારે છે અને તેને ગ્લોઇન્ગ બનાવે છે. કેસર પ્રદૂષણ અને ધૂળમાટીથી થતા સ્કીન ઇન્ફેકશનથી ત્વચાને રક્ષણ આપે છે. કારણ કે, તેમાં એન્ટી-બેક્ટેરીયલ પ્રોપર્ટીઝ પણ મળી આવે છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.