Abtak Media Google News

શિયાળાની ઋતુની શરુઆત થતા જ ત્વચા ચુકી લાગવા માંડે છે જેની સૌથી વધુ અસર પગ પર પડે છે માટે આજે અમે તમારા માટે કેટલીક એવી ટીપ્સ લાવી રહ્યા છીએ જેને અપનાવીને તમે તમારા પગની શિયાળામાં પણ સારી રીતે દેખરેખ કરી શકશો.

Advertisement

– પગની સફાઇ ખુબ જ મહત્વની છે, માટે ઇન્ફેક્શનથી બચવા માટે રોજ પગને ગરમ પાણીથી ધોઇ લો ખાસ તો અંગુથાના નખની સફાઇ કરવી કારણ કે તેમાં સૌથી વધુ ઝડપી નખમાં ગંદકી પ્રવેશે છે.

– કોઇ પણ ઋતુમાં પગના અંગુઠાના નખની સફાઇ નિયમિત કરવા ગરમ પાણીમાં મીઠુ નાખી પગને પલાડી રાખવો.

– ત્યાર બાદ સ્ક્રબ કરી પગની બધી જ ગંદકી સાફ કરવી પગની કેડ સ્કીનને દુર કરવા તેમજ બ્લડ સર્ક્યુલેશન રેગ્યુલર બનાવી રાખવા પગને જરુરથી સ્ક્રબ કરવું.

– પગમાં ઓઇલ ગ્લેન્સની અછત સર્જાતા પગની ત્વચા સુકી થઇ જાય છે માટે ઓઇલ અથવા મોઇશ્ર્ચરાઇઝરથી પગને મસાજ કરો.

– મોઇશ્ર્ચરાઇઝરની કમીને કારણે વાઢીયા થાય છે માટે સુકાપણને દૂર કરવા મોઇશ્ર્ચરાઇઝર લગાવીને હંમેશા સોક્સ પહેરી રાખવા આ કરતા પહેલા પગમાં લોશન જરુરથી લગાવવુ તેમજ તેને નિયમિત સમયે મસાજ કરવાથી વાઢીયાથી સમસ્યા થશે નહીં અને થઇ હોય તો મટી જશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.